રાજ્ય સરકાર પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્યની વાત કરે છે. પરંતુ આ માત્ર કાગળ પર છે, કારણ કે મહાનગરોમાં રહેનારા અને કોર્પોરેશનને મસ મોટો ટૅક્સ ચૂકવતા શહેરીજનોને પોતાના કામ કરાવવા માટે અને ધક્કાના ન ખાવા પડે માટે લાંચ આપવી પડે છે અને ACBના આંકડા તેની પ્રતીતિ કરાવે છે. ગત 1 વર્ષમાં સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોના લોકો પાસે સરકારી બાબુઓએ સૌથી વધુ લાંચ માગી છે અને ACB દ્વારા આવા સરકારી બાબુઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે.
ACBએ વર્ષ 2019માં લાંચિયા સરકારી બાબુઓની લાઇન લગાડી, જાણો આંકડા... - અમદાવાદના તાજા સમાચાર
અમદાવાદ: રાજ્યમાં મહાનગરોમાં સારી સુવિધા માટે ટેક્સ ચૂકવવો પડે છે. જોકે ટેક્સ આપવા છતાં મહાનગરોમાં રહેનારા લોકોને પોતાના કામ કરવા માટે સરકારી બાબુઓને પૈસા પણ ચૂકવવા પડે છે. ACBના ગત 1 વર્ષના આંકડા મુજબ મહાનગરોના લોકોને પોતાના કામ કરવા માટે સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના અનેક જિલ્લાના સરકારી બાબુઓને લાંચ આપવી પડે છે.
અમદાવાદ ACBની 2019ની કાર્યવાહી
ગત 1 વર્ષના આંકડા
શહેર | વર્ગ-1 | વર્ગ-2 | વર્ગ-3 | વર્ગ-4 | ખાનગી વ્યક્તિ | કુલ |
સુરત | 2 | 27 | 49 | 2 | 44 | 125 |
અમદાવાદ | 4 | 5 | 34 | 2 | 26 | 71 |
રાજકોટ | 3 | 5 | 28 | 0 | 29 | 65 |