ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ‘આપ’એ 650 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી - રાષ્ટ્રીય પ્રવક્તા

ભાજપ-કોંગ્રેસ બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે દિલ્હીની આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે શનિવારે 650 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

By

Published : Jan 10, 2021, 9:15 AM IST

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની બીજી યાદી કરી જાહેર

650 ઉમેદવારોના નામ સાથેની યાદી કરી જાહેર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ સ્થાનિકો માટે છેલ્લો વિકલ્પ રાષ્ટ્રીય પ્રવક્તા

અમદાવાદ : આમ આદમી પાર્ટી દ્વારા જારી કરાયેલી ઉમેદવારોની બીજી યાદીમાં અમદાવાદ મહાનગર પાલિકાના કુબેરનગર, શાહપુર વોર્ડમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે.આ સિવાય અમદાવાદ ગ્રામ્યમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. નોંધનીય છે કે, થોડાક દિવસો પહેલા આમ આદમી પાર્ટીએ 500થી વધુ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આમ આદમી પાર્ટી દ્વારા જારી કરાયેલી પહેલી યાદીમાં ગોમતીપુર, સરખેજ, દાણીલીમડા, જમાલપુર, થલતેજ, રાણીપ, નારણપુરા, નિકોલ, પાલડી સહિત કુલ 13 વોર્ડ માટે ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. સુરતમાં યોજાયેલી બેઠકમાં ઉમેદવારોની આ બીજી યાદી જાહેર કરવામાં આવી છે.

રાષ્ટ્રીય પ્રવક્તા આતિષી મારલેનાએ અગાઉ શુ જણાવ્યું

પહેલા પણ આમ આદમી પાર્ટીના પ્રવક્તા આતિષી મારલેનાએ જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો જ્યારે દિલ્હીમાં રહેતા તેમના પરિવારજનોના ત્યાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડે તેવો આગ્રહ કરે છે. તેમણે કહ્યું કે, બે મુખ્ય રાજકીય પક્ષો બાદ હવે તેમને ત્રીજો વિકલ્પ AAPના સ્વરૂપમાં મળ્યો છે. ઉમેદવારોના નામ સાથે AAP પાર્ટીએ પોતાનો ઈ-મેલ એડ્રેસ પણ જાહેર કર્યું છે. જો કોઈને જારી કરાયેલા ઉમેદવારો સામે તકલીફ હોય તો અમને તેના થકી જાણ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details