- યોગમાં ગોલ્ડ મેડલ વિજેતા યુવતીની કારમાંથી તમંચો મળ્યો
- ઓઢવ પોલીસે ગુનો નોધીને કરી ધરપકડ
- અન્ય 2 યુવકોની પણ કરવામાં આવી ધરપકડ
અમદાવાદઃ ઓઢવ પોલીસ દ્વારા રાતના સમયે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે સમયે બાતમી મળી હતી કે, એક કાર ગેરકાયદે તમંચો લઇ નિકોલ દાસ્તાન સર્કલથી વસ્ત્રાલ તરફ જઇ રહી છે. જેના આધારે પોલીસે કારનેે રોકી હતી. જેમાં એક યુવતી અને 2 યુવક હતાં. કારમાં તપાસ કરતા પોલીસને કારમાંથી દેશી તમંચો અને 4 કારતૂસ મળી આવ્યાં હતાં.
- પોલીસે જલ્પા અને 2 યુવકની કરી ધરપકડ
પોલીસે તમંચો કબજે કરીને તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવતીનું નામ જલ્પા અને યુવકોનું નામ સિદ્ધાર્થ તથા કૃણાલ છે. પોલીસે તમામની ધરપકડ કરી અને હથિયાર ક્યાંથી અને શા માટે લાવ્યાં તે દિશામાં તપાસ હાથ ધરી છે. કારમાં પકડાયેલ યુવતી જલ્પા ઇન્ટરનેશનલ યોગ વિજેતા છે જેથી મુદ્દાએ ચર્ચાનું સ્થાન લીધું છે.
અમદાવાદ: યોગમાં ગોલ્ડ મેડલ વિજેતા જલ્પાની ગાડીમાંથી હથિયાર મળી આવ્યું - હથિયાર
પોલીસના રૂટિન પેટ્રોલિંગ દરમિયાન યોગમાં ગોલ્ડ મેડલ વિજેતા આણંદની જલ્પા નામની યુવતીની કારમાંથી પોલીસને દેશી તમંચો અને કારતૂસ મળી આવ્યા હતા. જે મામલે પોલીસે જલ્પા અને તેની સાથેના અન્ય યુવકની ધરપકડ કરી છે.
અમદાવાદ: આણંદની યોગ વિજેતા જલ્પાની ગાડીમાંથી હથિયાર મળી આવ્યું