ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ યુવતીના નામે ફેક ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા અપલોડ કરનાર શખ્સ ઝડપાયો - સાયબર ક્રાઈમ

શહેરમાં સાયબર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવક સાથે સોશિયલ મીડિયામાં કોઈ વાત ન કરતું હોવાથી તેણે યુવતીના નામે નકલી ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા. આથી પોલીસે આરોપી ધ્વનિલની ધરપકડ કરી હતી.

અમદાવાદઃ મહિલાના નામે ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા અપલોડ કરનાર ઝડપાયો
અમદાવાદઃ મહિલાના નામે ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી બીભત્સ ફોટા અપલોડ કરનાર ઝડપાયો

By

Published : Oct 17, 2020, 8:21 PM IST

  • મહિલાના નામે ફેક ઈન્સ્ટા એકાઉન્ટ બનાવનાર યુવક ઝડપાયો
  • પોલીસે ધ્વનિલ નામના યુવકની ધરપકડ કરી
  • યુવક બીભત્સ ફોટા કર્યા હતા અપલોડ

અમદાવાદઃ ગુલાબ ટાવર રોડ પર રહેતી યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોધાવી છે કે, તે પોતાના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવે છે. ગયા મહિને તે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોતી હતી તે દરમિયાન તેના જ ફોટાવાળું બીજું એકાઉન્ટ મળ્યું હતું. જો કે, તેને શંકા જતા તેણે આ એકાઉન્ટની તપાસ કરી હતી, જેમાં બીભત્સ ફોટા અપલોડ કરેલા જોવા મળ્યા હતા. પોતાના નામનું અન્ય ફેક આઈડી બન્યું હોવાનું યુવતીને જાણવા મળ્યું હતું. એટલે યુવતીએ તે એકાઉન્ટ બંધ કરવા તે આઈડી ધારકને મેસેજ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. આથી યુવતીએ પોલીસને આ મામલે અરજી કરી હતી.

  • આરોપીએ કબૂલ્યું કે ફેક આઈડી તેમણે જ બનાવ્યું...

સાયબર ક્રાઈમની ટીમે તપાસ કરીને ધ્વનિલ નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપીએ કબૂલ્યું કે, તેમણે જ આ ફેક આઈડી બનાવ્યું હતું અને આઈડી બનાવવા પાછળનો હેતુ એ હતો કે તેની સાથે સોશિયલ મીડિયામાં કોઈ વાત કરતું નહોતું એટલે તેણે આઈડી બનાવ્યું માટે લોકો તેની સાથે વાત કરતા હતા. વધુ લોકો વાત કરે માટે તેને બીભત્સ ફોટા પર અપલોડ કર્યા હતા. હાલ સાયબર ક્રાઈમે અરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details