- અમદાવાદમાં થયાં અનોખા લગ્ન
- અનુબંધ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા કરાવવામાં આવ્યાં લગ્ન
- વર અને વધુ વચ્ચે 16 વર્ષનો તફાવત
અમદાવાદઃ મમતાબેને ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમની ઉંમર 52 વર્ષની છે અને છેલ્લાં ત્રણ મહિનાથી તેઓ ભાવિન સાથે સંપર્કમાં હતાં. જોકે અનુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલા એક સેમિનારની અંદરએ બન્નેની મુલાકાત થઈ હતી અને તે દરમિયાન વાતચીતમાં તેમને લાગ્યું કે 36 વર્ષીય યુવકનોં સ્વભાવ અને રહેણીકરણી તેમના વિચારોને સમાંતર છે. જેના કારણે લગ્ન કરવા માટે નક્કી કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે અમારી વચ્ચે ઉંમરનો મોટો તફાવત હોય પરંતુ લાગણીને ઉંમર સાથે કોઈ જ લેવાદેવા નથી.
મોટી ઉંમર હોવા છતાં બાળક માટે કરશે પ્રયત્ન
મહત્વનું છે કે મમતાબેને બાર વર્ષના પોતાના લગ્નજીવન બાદ છૂટાછેડા લીધાે હતાં અને છેલ્લા 20 વર્ષથી તેઓ તેમના માતાપિતા સાથે રહી અને તેમની સેવા કરતા હતાં. સાથે જ તેમના જણાવ્યા પ્રમાણે કે એમની ઉંમર ભલે 52 વર્ષની રહી, પરંતુ તેમનું એક સંતાન આવે તેવો પ્રયત્ન તેઓ ચોક્કસ કરશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકો સુધી વાત પહોંચે કે ઉંમર અને લાગણી વચ્ચે કોઈ જ સંબંધ નથી માટે પ્રેમ કોઈ પણ ઉંમરે થઇ શકે છે અને લગ્ન પણ કોઈ પણ ઉંમરે કરી શકાય છે.
ઈશ્વરે નિમિત્ત બનાવીને મોકલ્યા હોય તેવું લાગી રહ્યું છે
36 વર્ષીય યુવક ભાવિન રાવલ સાથે લગ્ન થયા બાદ તેમણે જણાવ્યું કે સાચું જ કહેવાય છે કે જોડાં ઈશ્વર ઉપરથી નક્કી કરીને મોકલે છે. ઉંમર ભલે મોટી હોય સુંદરતા તો કંઈ નહીં પરંતુ સુંદરતા મનની હોવી જરૂરી છે તે જ વિચારધારાને જકડી રાખી અને બંને સતત બેથી ત્રણ મહિના સુધી વાતચીત કર્યા બાદ નક્કી કર્યું કે આગળનું જીવન સાથે વિતાવશે.
લગ્ન માટેની કોઈ ઉંમર નથી હોતી. તેનું ઉત્તમ અને પ્રત્યક્ષ ઉદાહરણ આજે અમદાવાદ શહેરમાં છ દિવસ પહેલાં થયેલા અનુબંધ ફાઉન્ડેશનના સહયોગથી મમતા ભટ્ટ અને ભાવિન રાવલના લગ્ન સાબિત કરે છે કે લગ્ન કરવા માટેની કોઈ ઉંમર નથી અને પ્રેમ કરવા માટેની પણ કોઈ જ વય નથી. જરૂરી છે તો માત્ર એકમેકના વિચારો મળવા અને એકમેક માટેે આત્મસન્માન.