અમદાવાદઃ શાહીબાગ રિવર ફ્રન્ટ ખાતે વહેલી સવારથી લોકો સોમવતી અમાસની પૂજા માટે એકઠા થયાં હતાં ત્યારે લોકો કોરોના વાયરસની સ્થિતિ સમાપ્ત થઈ ગઇ હોય એમ તેમ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભાન ભૂલ્યાં હતાં અને કેટલાક લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. મીડિયાના માધ્યમથી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોચી હતી અને લોકોને વિખેરવાના શરુ કર્યાં હતાં.
અમદાવાદ: રિવરફ્રન્ટ પર જાહેરનામાનો ભંગ કરીને ભેગા થયેલાં 20ની ધરપકડ - સાબરમતી રિવરફ્રન્ટ
અમદાવાદ:રિવરફ્રન્ટ પર આજે વહેલી સવારથી લોકો પૂજા કરવા ભેગા થયાં હતાં. પરંતુ મોટી સંખ્યામાં લોકો આવ્યાં છતાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. સાથે જ કેટલાક લોકોએ માસ્ક પણ નહોતું પહેર્યાં જે મામલે પોલીસને જાણ થતાં પોલીસે લોકોને વિખેર્યા હતાં અને સ્થળ પરથી 20 જેટલા લોકોની અટકાયત કરી હતી.
અમદાવાદ: રિવરફ્રન્ટ પર જાહેરનામાનો ભંગ કરીને ભેગા થયેલાં 20ની ધરપકડ
પોલીસે સ્થળ પરથી 20 લોકોની ધરપકડ પણ કરી હતી. તમામ લોકોને રિવર ફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યાં હતાં અને તમામની વિરુધમાં જાહેરનામાં ભંગનો ગુનો નોધવામાં આવ્યો હતો. આગામી સમયમાં આવી રહેલ તહેવારમાં પોલીસ અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે સમગ્ર રિવરફ્રન્ટમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે અને આ રીતે લોકો એકઠાં ન થાય તેની તકેદારી રાખવામાં આવશે.