ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 લોકોએ કરી આત્મહત્યા - અમદાવાદ ક્રાઈમ

લોકડાઉન બાદ તમામ ક્ષેત્રમાં આર્થિક મંદીની અસર જોવા મળી છે. જેનું એક પરિણામ લોકોની વધતી જતી આત્મહત્યા પણ છે. શહેરમાં માત્ર 3 દિવસમાં 12 લોકોએ આત્મહત્યા કરી છે.

અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 લોકોએ કરી આત્મહત્યા
અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 લોકોએ કરી આત્મહત્યા

By

Published : Sep 22, 2020, 7:58 PM IST

અમદાવાદઃ શહેરના અલગ-અલગ વિસ્તારમાં 12 લોકોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.લોકડાઉન બાદ આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધીમાં જ 12 આત્મહત્યાના બનાવ સામે આવ્યાં છે. શહેરના સોલા, સરખેજ, શાહીબાગ, કૃષ્ણનગર, ઓઢવ, રામોલ, વટવા, દરિયાપુર, નિકોલ, નારોલમાં કુલ 12 આત્મહત્યાના બનાવ બન્યાં છે. જેમાં 2 મહિલાઓ 9 પુરુષ અને 1 સગીરા પણ છે. આ તમામ બનાવ પૈકી મોટાભાગના બનાવ પૂર્વ વિસ્તારમાં બન્યાં છે.

અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 લોકોએ કરી આત્મહત્યા
આ તમામ બનાવોમાં ઘરેલુ કંકાસ, આર્થિક સંકડામણ, નોકરી, બેરોજગારી અને મંદી જેવા કારણો સામે આવ્યાં છે. લોકડાઉન દરમિયાન આ બનાવોમાં ખૂબ જ નિયંત્રણ આવી ગયું હતું પરંતુ લોકડાઉન ખુલતાં જ આ બનાવો વધ્યા છે. તમામ બનાવોમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. હાલ શહેરમાં અન્ય ગુનાઓની જેમ આત્મહત્યાના બનાવ પણ વધતા દેખાઈ રહ્યાં છે.
અમદાવાદ: માત્ર 3 દિવસમાં 12 લોકોએ કરી આત્મહત્યા

ABOUT THE AUTHOR

...view details