અમદાવાદ: શીલજ રોડ પર રહેતાં આશિષભાઈએ ફરિયાદ નોધાવી હતી કે 20 દિવસ અગાઉ 4 ઇસમોએ ભાડજ પાસે ૨૨ વિઘા ખેતીલાયક જમીનના પોતે માલિક છે અને પોતે ખેડૂત હોવાનું જણાવ્યું હતું. તેઓ આ જમીન વેચવા માગતા હોવાનું કહી બનાવટી નોટરાઈઝડ પેઢીનામું તથા આધાર કાર્ડ અને ઇલેકશન કાર્ડ બનાવ્યું હતું.જે શૈલેશભાઈને બતાવી જમીન વેચવાનું જણાવ્યું હતું.
નકલી ખેડૂત બની 14 કરોડની જમીન વેચવાને બહાને પડાવ્યાં 1 લાખ, આરોપી ઝડપાયાં - છેતરપિંડી
શહેરમાં છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 4 આરોપીએ સાથે મળીને વેપારીને જમીન વેચવાનું કહી અને પોતે ખેડૂત તરીકે ઓળખ આપી હતી. બાદમાં વેપારી પાસેથી બહાના પેટે 1 લાખ પડાવ્યાં હતાં. જે મામલે ખેડૂતને શંકા જતાં ખેડૂતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
નકલી ખેડૂત બની 14 કરોડની જમીન વેચવાને બહાને પડાવ્યાં 1 લાખ, આરોપી ઝડપાયાં
આરોપીની ધરપકડ બાદ વસ્ત્રાપુર પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં જાણવા મળ્યું હતું કે 14 કરોડની જમીન હતી તેનો સોદો કરવા માટે 4 આરોપી પૈકી 2 નકલી ખેડૂત બનીને આવ્યાં હતાં. હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.