અમદાવાદઃ ગુજરાત રમખાણોના કેસમાં પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ચોંકાવનારો ખુલાસો (Ahmed Patel defaming Gujarat ) કર્યો છે. તપાસ ટીમે સોગંદનામામાં જણાવ્યું છે કે, આયોજનબદ્ધ રીતે ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આની પાછળ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલનો હાથ (Ahmed Patels hand defaming Gujarat) હતો. તેના ઈશારે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડે (SIT Teesta Setalvad) આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:Heavy Rain in Surat : બારડોલી તાલુકાના આ 10 રસ્તાઓ છઠ્ઠા દિવસે પણ બંધ
તિસ્તા સેતલવાડેની મહત્વની ભૂમિકા:ગુજરાત પોલીસે શુક્રવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજીનો (Gujarat riots case) વિરોધ કરતા કહ્યું કે, તે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને તોડવાના મોટા કાવતરામાં સામેલ છે. ગુજરાત પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં દાખલ કરાયેલ (Gujarat riots SIT Ahmed Patel) એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ રાજ્યમાં ભાજપ સરકારને તોડી પાડવા માટે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના ઇશારે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.