ગુજરાત

gujarat

ETV Bharat / city

નર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - અહેમદ પટેલ

નર્મદા નદીમાં પૂરથી થયેલી જાનમાલની હાનિના મુદ્દાને લઈને સાંસદ અહેમદ પટેલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આ આપત્તિ કુદરતી નહીં પરંતુ માનવસર્જિત હતી. કારણ કે સરદાર સરોવર ડેમ મેનેજમેન્ટ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે.

નર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
નર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો

By

Published : Sep 5, 2020, 3:33 PM IST

અમદાવાદઃ આ વર્ષે ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે. ત્યારે નર્મદાના કેચમેન્ટ વિસ્તારના ઉપરવાસમાં અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું. તેથી ડેમ મેનેજમેન્ટ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પરિણામે ગરુડેશ્વરથી ચાંદોદ સુધી નર્મદા નદીના આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ અને હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.

નર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
26 ઓગસ્ટના રોજ જ જ્યારે માહિતી મળી હતી કે, ભારે વરસાદ વરસી શકે છે ત્યારે ડેમના દરવાજા મેનેજમેન્ટ દ્વારા ખોલવામાં આવ્યા નહીં. પરંતુ 29, ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ટૂંકા ગાળામાં લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું અને પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ. તેથી અહેમદ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ માગ છે કે, આવી બેદરકારી દાખવનાર અધિકારીઓ સમક્ષ યોગ્ય પગલાં ભરવામાં આવે અને પૂરગ્રસ્ત નાગરિકોને સરકારી મદદ તાત્કાલિક પહોંચાડવામાં આવે.
નર્મદા નદીમાં પૂરને સંદર્ભે દાખવાયેલી બેદરકારીના પગલે અહેમદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
જ્યારે ગુજરાતમાં વધુ વરસાદ થાય છે. ત્યારે આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યા સર્જાય નહીં, તે પ્રમાણે ડેમમાં પાણી આવે છે. પરંતુ ઉનાળામાં પણ પાણીનો કકળાટ શરૂ થઈ જાય છે. ત્યારે અવ્યવસ્થિત મેનેજમેન્ટના કારણે ચોમાસામાં પુરનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે, આ આ બાબતને લઈને સાંસદ અહેમદ પટેલે આ જ પત્રની કોપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મોકલી આપી છે.

ABOUT THE AUTHOR

...view details