ગુજરાત

gujarat

ETV Bharat / city

અહેમદ પટેલે લખ્યો PM મોદીને પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા - નાયબ સીએમ નિતીન પટેલ

કોરોનાના વધતાં કહેર મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અહેમદ પટેલે PM મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવાની રજૂઆત કરી. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા રજૂઆત કરી. અહેમદ પટેલના પીએમ મોદીના પત્ર અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી. ભારત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.

અહેમદ પટેલે લખ્યો PM મોદીને લખ્યો પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા
અહેમદ પટેલે લખ્યો PM મોદીને લખ્યો પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા

By

Published : Jul 30, 2020, 6:30 PM IST

Updated : Jul 30, 2020, 7:22 PM IST

અમદાવાદઃ પીએમ મોદીને લખેલાં પત્રમાં અહેમદ પટેલે જણાવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં કોવિડ હોસ્પિટલમાં સચ્ચા પ્રોટોકોલ સાથે સારવાર થાય તે જરૂરી છે. આ સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો છે કે દવા અને ઇન્જેક્શનના કાળા બજાર પર રોક લગાવવી જરૂરી છે. કારણ કે ગરીબ માણસોને ઉંચી કિંમતે દવાઓ અને ઇન્જેક્શન ખરીદવાની ફરજ પડી રહી છે.

અહેમદ પટેલે લખ્યો PM મોદીને લખ્યો પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા

તેમણે કહ્યું કે ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણને મામલે ભારત સરકાર તાત્કાલિક કેન્દ્રની ટીમો મોકલે. પત્રમાં તેમણે તમામ જિલ્લા મથકો પર ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરવા રજૂઆત કરી.કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ દ્વારા ગુજરાતમાં ટેસ્ટિંગ વધારવા માટે પત્ર લખવામાં આવ્યો છે.

અહેમદ પટેલે લખ્યો PM મોદીને લખ્યો પત્ર, રાજ્ય સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાને આપી દીધી પ્રતિક્રિયા


આ સંદર્ભે રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે શરૂઆતમાં ગુજરાતમાં 4000-5000 જેટલા સેમ્પલ લેતાં હતાં. ભારત સરકાર સાથેની સંકલનની પદ્ધતિ દ્વારા ગુજરાતમાં હવે મોટા પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવે છે. હવે આંકડો મોટો થઈ ગયો છે 23 હજાર જેટલા સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમ જેમ સુવિધા વચ્ચે જરૂર જણાય ત્યારે સેમ્પલ વધારવામાં આવે છે. સેમ્પલ લેવાની સંખ્યા પર કોઈ નિયંત્રણ કે મર્યાદા નથી. ભારત સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે.

Last Updated : Jul 30, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details