- રાજનીતિમાં કોંગ્રેસ પાર્ટીના ચાણક્યા હતા અહેમદ પટેલ
- 26 વર્ષની ઉંમરે પ્રથમ વખત બન્યા હતા સાંસદ
- અહમદ પટેલે ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કર્યું કામ
ન્યૂઝ ડેસ્ક :ભરૂચ જિલ્લાના અકંલેશ્વરમાં 21 ઓગસ્ટ 1949ના રોજ જન્મેલા અહેમદ પટેલની (AHMED PATEL) આજે ગુરૂવારે પ્રથમ પુણ્યતિથિ (Ahmed Patel Death Anniversary) છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું 25 નવેમ્બર 2020 ના રોજ કોરોનાને કારણે નિધન થયું હતું. ત્યારે ચાલો જાણીએ કે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બનનારા અહેમદ પટેલને શા માટે ચાણક્ય કહેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, પટેલ ત્રણ વાર લોકસભાના સાંસદ અને પાંચ વાર રાજ્યસભાના સાંસદ (Gujarat Congress) રહી ચુક્યા છે. અહેમદ પટેલના પિતા મોહમ્મદ ઈશકજી પટેલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતા અને કોંગ્રેસ નેતા પણ હતાં. અહેમદ પટેલે તેમના પિતાની રાહ પર રહીરાજનીતિ શીખી અને કોંગ્રેસના પંચાયત તાલુકાના અધ્યક્ષ બન્યા હતાં.
રાજનીતિમાં કોંગ્રેસના 'ચાણક્ય'
અહેમદ પટેલને રાજકારણમાં કોંગ્રસેના ચાણક્યના રુપમાં માનવામાં આવતા હતાં. કોંગ્રેસ તાલુકા પંચાયતના અધ્યક્ષ પદથી રાજનીતિમાં પ્રવેશ કરનારા અહેમદ પટેલ આઠ વાર સાંસદ રહી ચુક્યા છે. 1977માં ઈમરજન્સીનો સામનો કરી તેને માત આપી 26 વર્ષની વયે લોકસભા પહોંચ્યા અને રાજકારણમાં પાછળ વળી જોયું નહીં. માત્ર આટલું જ નહી અહેમદે ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કામ કર્યુ છે અને તેમના નજીકના વ્યક્તિ અને વિશ્વાસપાત્ર રહ્યાં હતાં.
કોંગ્રેસના સંકટ મોચક નેતા