ગુજરાત

gujarat

ETV Bharat / city

હોસ્પિટલમાંથી આરોપી ભાગી જતા બે પોલીસ કર્મીઓના કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

અમદાવાદના ચકચારી કૃષ્ણનગર વિસ્તારમાં પરણિત યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી કોરોના પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ અચાનક ત્યાંથી ભાગી જતા ફરજ પર હાજર બે પોલીસ કર્મચારીઓએ દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

By

Published : Sep 28, 2020, 10:49 PM IST

ahemdabad city court
ahemdabad city court

અમદાવાદઃ શહેરની અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટે ફરજ પર હાજર બે પોલીસ કર્મચારી વનરાજ ઝાલા અને દિનેશ ઝાલાની બેદરકારીને લીધે આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હોવાને લીધે આગોતરા જામીન ફગાવી દીધા છે. ફરજમાં બેદરકારી કરવા બદલ બન્ને પોલીસ કર્મચારીઓ પર કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ ગુના હેઠળ ધરપકડ ટાળવા માટે બન્ને પોલીસ કર્મચારીઓ દ્વારા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી આરોપી ભાગી જતા બે પોલીસ કર્મીઓના કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા

આ સમગ્ર કેસની વિગત એવી છે કે, કૃષ્ણનગર દુષ્કર્મ કેસમાં આરોપી સુનિલ ભંડેરીને તપાસ માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેની ધરપકડ કરવાની જરૂર લાગતા તેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાં બન્ને પોલીસ કર્મચારીઓ તેનો જાપતો તો લઈને ગયા હતા અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાંથી આરોપી ભાગી જતા બન્ને પોલીસ કર્મચારીઓ સામે FIR દાખલ કરવામાં આવી હતી.

જાણો શું હતી ઘટના -કૃષ્ણનગર દુષ્કર્મ કેસ: સુનીલ ભંડારીએ કોર્ટમાં જામીન અરજી કરી

વર્ષ 2017માં કૃષ્ણનગર વિસ્તારની પરણિતાનો અશ્લીલ વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરનારા આરોપી સુનીલ ભંડારીએ અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details