શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હસન જીવભાઈની ચાલીમાં 5 ઈસમોએ ઘરમાં ઘૂસી આતંક મચાવ્યો હતો.આ અસામાજિક તત્વોએ ઘરમાં રહેલી એક મહિલા અને અન્ય બાળકી પર હુમલો કર્યો હતો.જેમાં 20 દિવસની બાળકીનું મોત થયું હતું આ દરમિયાન મહિલાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક,20 દિવસની બાળકીનું મોત - crime news
અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે મેઘાણીનગરમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગુરુવારે મોડી રાતે અસામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને એક મહિલાને માર માર્યો હતો તથા 20 દિવસની બાળકીને પણ મારતા તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકો મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવાની માંગણી કરી હતી.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક
ઘટનાને પગલે સ્થાનિકો રોષ સાથે મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓને પકડવા માંગણી કરી હતી. પોલીસ તપાસ કરતા સતીશ પટણી,ગોપાલ પટણી,દિપક પટણી,હિતેશ મારવાડી,અને લખન ઠાકોર એમ કુલ 5 લોકોના નામ સામે આવ્યા હતા. તેમાના સતીશ પટણી નામના આરોપીની પોલાસે ધરપકડ કરી છે જ્યારે 4 અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.