ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે - negligence

ગુજરાત યુનિવર્સિટીમાંથી વારંવાર બેદરકારીની ઘટના સામે આવી રહી છે. ત્યારે હાલ ઓફલાઇન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષા પણ ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓનો પરીક્ષાનો સમય શરૂ થઇ ગયો હોવા છતાં પેપર ખૂલ્યા ન હોવાનું અને વિકલ્પ પણ સિલેક્ટ ન થયા હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે
ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે

By

Published : Jul 10, 2021, 9:01 AM IST

  • ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી
  • પેપર શરૂ થવાનો સમય શરૂ થયો હોવા છતાં પેપર ખૂલતું જ નહોતું
  • ઓનલાઈન પરીક્ષામાં પેપર જ લોડ ન થયું

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષાની સાથે ઓનલાઇન પરીક્ષા પણ અત્યારે ચાલી રહી છે. જેમાં હાલ LLM સેમેસ્ટર-4ની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. ઓનલાઇન પરીક્ષામાં શુક્રવારે લેબર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોનું પેપર હતું. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે લોગઈન કર્યું હતું. પરીક્ષાનો સમય શરૂ થયો હોવા છતાં અનેક વિદ્યાર્થીઓના પેપર જ ખુલ્યા નહોતા અને બાદમાં વિકલ્પ પણ સિલેક્ટ થયા નહતા.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીને મેઈલ ન મળતા વિદ્યાર્થીને કરાયો ફેેઈલ

પેપર કેન્સલ કરીને ફરીથી આયોજન કરવું જોઈએ

જ્યારે ઓનલાઈન પરીક્ષામાં પેપર જ લોડ ન થયું, જેમાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, પેપર શરૂ થવાનો સમય શરૂ થયો હોવા છતાં પેપર ખૂલતું જ નહોતું. જેથી પેપર કેન્સલ કરીને ફરીથી આયોજન કરવું જોઈએ.

યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયામાં પહેલાથી જ છબરડા થતાં આવ્યા છે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રક્રિયામાં પહેલાથી જ છબરડા થતાં આવ્યા છે. અગાઉ પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ એસાઇમેન્ટ સબમિટ કરાવ્યા હોવા છતાં નાપાસ કરવામાં આવ્યા અને હવે ઓનલાઇન પરીક્ષામાં પણ છબરડા છે. જેનાથી વિદ્યાર્થીઓ પરેશાન છે.

ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી આવી સામે

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી

અવાર-નવાર ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં રહી છે

ત્યારે અવાર-નવાર ગુજરાત યુનિવર્સિટી વિવાદોમાં રહી છે, ત્યારે તેના પાપે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ક્યાં સુધી ગુજરાત યુનિવર્સિટી આવી બેદરકારી કરશે, તે જોવું રહ્યું. ત્યારે કેમ સત્તધીશોના પેટનું પાણી હલતું નથી.

ABOUT THE AUTHOR

...view details