રાજ્ય સરકારના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણયને લઇ તમામ પક્ષ અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોદ્ધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોદ્ધ કરવામાં આવ્યો હતો. સાથે જ, રાજ્ય સરકારે જે પરીક્ષા રદ કરી છે તેને યોજવાની માંગણી પણ કરી છે.
બિન સચિવાલય પરીક્ષા રદ થતા AAPનો અમદાવાદમાં વિરોદ્ધ, પરીક્ષા ફરી યોજવા કરી માગ - બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ
અમદાવાદ: શહેરમાં આપ પાર્ટીએ સરકારના બિન સચિવાલય પરીક્ષા અંગે લેવાયેલા નિર્ણયનો વિરોદ્ધ કર્યો છે. આમ આદમી પાર્ટીએ વિરોદ્ધ કરીને અમદાવાદ જિલ્લા કલેક્ટરને જૂના નિયમ મુજબ પરીક્ષા લેવા અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

AAPનો વિરોદ્ધ
બિન સચિવાલય પરીક્ષા રદ થતા AAPનો વિરોદ્ધ, પરીક્ષા ફરી યોજવા કરી માગ
પરીક્ષાર્થીઓ અને આમ આદમી પાર્ટીએ જૂના નિયમ પ્રમાણે પરિક્ષા ફરીથી યોજવા અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું