ગુજરાત

gujarat

ETV Bharat / city

રથયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ફરી પ્રભુને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયાં - ભગવાન જગન્નાથજી મંદિર

કોરોના વાઈરસની મહામારીના કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા યોજાઇ શકાઈ નહોતી. અષાઢી બીજના દિવસે નગરચર્યા બાદ રાતભર ત્રણેય રથ મંદિરના પ્રાંગણમાં હોય છે જેમાં પ્રભુ બિરાજમાન હોય છે. આજે અષાઢી ત્રીજની તિથિએ ભગવાન જગન્નાથજીની મંગળા આરતી બાદ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓને પધરાવવામાં આવી હતી.

રથયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ફરી પ્રભુને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયાં
રથયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ફરી પ્રભુને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયાં

By

Published : Jun 24, 2020, 2:24 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટે એક વખત રથયાત્રા પર સ્ટે આપ્યા બાદ સરકારની રથયાત્રા કાઢવાની તમામ તૈયારીઓ સહિતની અરજીઓ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ રથયાત્રાની પરવાનગી ન મળતાં રથયાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી. તેથી શહેરના લાખો ભક્તો નિરાશ થયાં હતાં. આજે વિધિવત રીતે અને નિયમ પ્રમાણે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓને ફરીથી રથમાંથી ગર્ભગૃહમાં સ્થાપિત કરાઇ હતી. ત્યારબાદ આરતી અને વેદોક્ત મંત્રોચ્ચારથી પૂજા કરવામાં આવી હતી.

રથયાત્રા બાદ જગન્નાથ મંદિરમાં ફરી પ્રભુને ગર્ભગૃહમાં સ્થાપિત કરાયાં
આજથી ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિરને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details