- ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવમાંથી મળી આવ્યો કોરોના વાઈરસ
- પાણીમાં કોરોના વાઈરસ હોવાથી થતું નથી નુકસાન
- ચંડોળા તળાવની પરિસ્થિતિ જાણવા પહોંચ્યું ETV Bharat
અમદાવાદ : ચંડોળા તળાવમાં વરસાદી પાણીના સંગ્રહ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે અન્ય રીતે પાણી તળાવમાં આવે છે. જોકે, તળાવનું પાણી ચોખ્ખું રાખવું જરૂરી છે પરંતુ દૂષિત પાણીને લઈને મચ્છરોનો ઉપદ્રવ અને કોરોનાના ડેડ વાયરસ મળી આવતા તે આપણને તેની ગંભીરતા તરફ દોરે છે. જ્યારે સદભાગ્યરૂપે ચંડોળા તળાવમાં મળેલા હોવાથી તેની કોઈ અસર થતી નથી.
પાણીમાં કોરોના વાઈરસ - ETV Bharat એ લીધી ચંડોળા તળાવની મુલાકાત હાલમાં કોઈ જોખમ નહીં
મહત્વનું છે કે IIT ગાંધીનગરના પ્રોફેસરે અમદાવાદ-ગાંધીનગરના પાંચ સ્થળેથી સેમ્પલ લીધા હતા અને તેનો સર્વે કરીને રિપોર્ટ મેળવ્યો હતો. ત્યારે આ તળાવમાં દૂષિત પાણીને કારણે મચ્છર ઉપદ્રવ ઘણો જોવા મળી રહ્યો છે. ત્યારે અહીં નારોલમાં આવેલી કેટલીક કંપનીઓની પાઈપલાઈન પણ સીધી તળાવમાં આપી હોય તેઓ રહીશો કહી રહ્યા છે. આ મામલે હાલ તો ચંડોળા તળાવ માં ડેડ વાયરસને લઈને કોઈ પણ જોખમ સામે આવ્યું નથી પરંતુ ચંડોળા તળાવમાં કોરોના વાઈરસ છે. એવું માલુમ પડતા સ્થાનિકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળ્યો છે. ત્યારે આગામી સમયમાં બીજી વાર પણ સેમ્પલ લેવામાં આવશે.
જાણો કઈ રીતે મળ્યો પાણીમાંથી કોરોના વાઈરસ ?
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના અર્થ વિજ્ઞાન વિભાગ (Semantics Department)ના પ્રોફેસર મનીષ કુમારે અન્ય સંસ્થાઓના તાજજ્ઞોને સાથે કોરોનાને લઈને મહત્વનું રિસર્ચ કર્યું છે. સાબરમતી નદી (Sabarmati River) માંથી તેમને 18 જેટલા સેમ્પલ જ્યારે ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવમાંથી પણ અંદાજિત 16 જેટલા સેમ્પલ ચાર મહિનામાં પાંચ વખત લીધા હતા. જેના આધારે આ પાણીમાં વાઈરસ મળી આવ્યો હતો. પરંતુ આ ડેડ વાયરસ હોવાથી તેનાથી અત્યારે કોઈ ખતરો નથી તવું તેમને જણાવ્યું હતું.
વાતાવરણનું પણ મોનિટરિંગ જરૂરી
પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, નદી તળાવમાં શું ઠલવાઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માણસની જેમ વાતાવરણનું પણ મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. જોકે આ વાયરસ ડેડ વાયરસ હોવાથી અત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સ્વિમિંગ પૂલ વગેરે પાણી વાળી જગ્યાઓ પર સાવધાની જરૂરી છે. એક નવી ગાઈડલાઈન પણ પાણીને લઇને બની શકે છે કે આવી શકે. જો કે પાણીમાં વાયરસ રહ્યો છે આ વૃત્તિ વાયરસ હતો પરંતુ આપણે સ્વિમિંગ પૂલ થી પણ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. સ્વિમિંગ પૂલ પણ ખૂણામાં ખતરો સાબિત થઈ પણ શકે છે. આપણે પાણી પર વધુ નિર્ભર રહેતા હોઈએ છીએ જેથી આ રિસર્ચ વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.
વૈજ્ઞાનિક ઢબે કરાયો સર્વે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે પાણીમાં વાઈરસ છે કે નહીં તેનું રિસર્ચ કરતા પહેલા તેના સેમ્પલ લઈએ છીએ. આ પાણીને ફિલ્ટર કરીએ છીએ અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરીએ છે અને પછી તેમાંથી તારણ કાઢીએ છીએ. અમે ચાર મહિનામાં પાંચ વાર જુદા જુદા સેમ્પલ લીધા હતા. જેને એક પ્રકારનું સ્ટેપલ સર્વેલન્સ કહી શકાય. આ પહેલા અમે વેસ્ટ વોટર સર્વે કર્યો હતો તેમાં પણ આ પ્રકારે જીન લીધા હતા જેમાં તારણ એ આવ્યું હતું, બીમારી આવતા પહેલા ખબર પડી શકે છે. તે જ રીતે આ સર્વે કર્યો છે જેમાં પાણીમાં પણ વાઈરસ છે કે નહીં, જો કે, અમે કરેલા સર્વેમાં ડેડ વાયરસ સામે આવ્યો છે. જેથી ચિંતાની કોઈ વાત નથી.