- દેશભરમાં આજે દોઢ વર્ષ પછી સિનેમાઘરોની ફરી થઈ શરૂઆત
- અક્ષય કુમારની બેલબોટમ ફિલ્મ સાથે સિનેમાઘરોની ધમાકેદાર શરૂઆત
- અમદાવાદીઓમાં બેલબોટમ ફિલ્મનો જોવા મળ્યો ઉત્સાહ
અમદાવાદઃ છેલ્લા દોઢ વર્ષ પછી સિનેમાઘરોમાં પહેલી વખત કોઈ ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે અમદાવાદના દર્શકો પણ સિનેમાઘરો ખૂલવાની રાહ જોઈ રહ્યા હતા. આજે અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ'થી દેશના તમામ સિનેમાઘરોના દરવાજા ખૂલી ગયા છે. અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા સિનેમાઘરમાં પહેલા દિવસે દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી.
આ પણ વાંચો- 7 મહિના બાદ વડોદરાના સિનેમા ગૃહ ખૂલ્યા, એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ સુવિધા ટચલેસ
સિનેમાઘરમાં નવી ફિલ્મ જોવા માટે દર્શકો પણ ઉત્સાહિત હતા
બીજી તરફ દોઢ વર્ષ પછી સિનેમાઘરમાં નવી ફિલ્મ જોવા માટે દર્શકો પણ ઉત્સાહિત હતા. ETV Bharat ની ટીમે પણ ફિલ્મના રિવ્યૂ માટે દર્શકો સાથે વાતચીત કરી હતી. ત્યારે દર્શકોએ ફિલ્મ અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. આ સાથે જ લોકોને આ ફિલ્મ ઘણી પસંદ પડી છે. તો આ તરફ સિનેમાઘરોમાં અત્યારે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ફિલ્મો જોવાની હોવાથી લોકોને પહેલા જેવી મજા નથી આવી રહી.