ગુજરાત

gujarat

ETV Bharat / city

અફઘાની વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી - ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ

રાજ્યમાં ફરીથી આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યાં છે, ત્યારે આજે અમદાવાદમાં BBAના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં BBAમાં ભણતાં અફઘાની વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં હડકંપ મચી જવા પામ્યો છે.

અફઘાની વિદ્યાર્થીએ યુનિવર્સિટી હોસ્ટેલમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી
અફઘાની વિદ્યાર્થીએ યુનિવર્સિટી હોસ્ટેલમાં ઝાડ પર લટકી આત્મહત્યા કરી

By

Published : Jun 17, 2020, 1:36 PM IST

અમદાવાદઃ અફઘાની વિદ્યાર્થીએ આવું પગલું કેમ ભર્યુ હશે તેને લઇને અન્ય વિદ્યાર્થીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. હાલમાં ચારેબાજુ BBAના વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેને લઈને અટકળો સામે આવી રહી છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભણતો BBAનો આ વિદ્યાર્થી મૂળ અફઘાનિસ્તાનનો વતની હતો અને સોમલલીતમાં ભણતો હતો. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમલલિત કોલેજમાં અભ્યાસ કરતાં અને ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં લીમડાના ઝાડે દોરડું બાંધી આપઘાત કર્યો છે. મોડી રાતે વિદ્યાર્થીએ હોસ્ટેલમાં જ આપઘાત કરી લેતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી અને વિદ્યાર્થીના આપઘાત અંગે તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં જે વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે તે અફઘાનિસ્તાનનો હોવાનું સામે આવ્યુ છે. આ વિદ્યાર્થી યુનિવર્સિટીના એ બ્લોક પાસે આત્મહત્યા કરી છે. ઘટનાની માહિતી મળતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details