અમદાવાદ: અરજદાર તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પર્સનલ ઇન્ટરવ્યૂના ગુણનું મૂલ્યાંકન 15 ટકાથી વધુ ન થવું જોઈએ, જ્યારે IIMમાં પર્સનલ ઇન્ટરવ્યુના કુલ ગુણના 50 ટકા ગુણ રાખવામાં આવ્યાં છે. જ્યારે CATમાં ઉમેદવારે મેળવેલ ગુણનું મૂલ્યાંકન માત્ર 25 ટકા રાખવામાં આવ્યું છે. કોર્ટે નોંધ્યું કે CATના ગુણ ઉમેદવારની લાગણીશીલ ક્ષમતાને તપાસી શકતાં નથી, જ્યારે પર્સનલ ઇન્ટરવ્યૂમાં આ બાબત સ્પષ્ટ થાય છે. IIM ઉચ્ચસ્તરીય શિક્ષણ પૂરું પાડતું હોવાથી તેની સરખામણી ગ્રેજ્યુએટ લેવલના નિયમો સાથે થઈ શકે નહીં.
IIMમાં પ્રવેશ માટે બૌદ્ધિક કરતાં લાગણીશીલ રીતે સક્ષમતા વધુ જરૂરીઃ હાઈકોર્ટ - કેટ
અમદાવાદ IIMમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતાં પર્સનલ ઇન્ટરવ્યૂ અને અન્ય પસંદગીના ધારાધોરણોને પડકારતી અરજીને બુધવારે ગુજરાત હાઈકોર્ટે ફગાવતા નોંધ્યું હતું કે IIM એક ઉચ્ચતર સંસ્થા છે અને તેમાં પ્રવેશ લાયકાતમાં ઉમેદવારે લાગણીશીલ અને બૌદ્ધિક રીતે સક્ષમ હોવું જરૂરી છે. હાઈકોર્ટે અરજદારની IIMમાં પ્રવેશ મેળવવાની પદ્ધતિને પડકારતી અરજી ફગાવી દીધી છે.
IIMમાં પ્રવેશ માટે બૌદ્ધિક કરતાં લાગણીશીલ રીતે સક્ષમતા વધુ જરૂરીઃ હાઈકોર્ટ
IIMના વકીલ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે પ્રવેશની તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉમેદવારોને તમામ વસ્તુઓથી માહિતગાર કરવામાં આવે છે. IIM દ્વારા જે કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એ કોઈ પ્રોફેશનલ કોર્સ નથી. કોર્ટે આ ચૂકાદા પર માગ પ્રમાણે 4થી ઓગસ્ટ સુધી સ્ટે આપ્યો છે.