- વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતમાં ( Foreign Students in Gujarat ) અભ્યાસ માટે તત્પર
- Gujarat University માં આગામી શૈક્ષણિક વર્ષ માટે 2300થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી
- વિદેશી વિદ્યાર્થીઓએ Indian Council for Cultural Research હેઠળ અરજી કરવાની હોય છે
અમદાવાદ : આ વર્ષે ગુજરાત યુનિવર્સીટી ( Gujarat University ) માં અભ્યાસ કરવાનો વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે. Gujarat University દ્વારા છેલ્લા બે વર્ષમાં એરોનોટિક્સ ( Aeronautics ), આર્ટિફીશયલ ઇન્ટેલિજન્સ ( Artificial Intelligence ), મશિન લર્નીગ ( Machine Learning ), ડેટા સાયન્સ ( Data Science ), હ્યુમન જીનેટીક્સ ( Human Genetics ), બાયો ઇન્ફોર્મેટિક્સ ( Bio Informatics ) સહિતના વિવિધ અભ્યાસક્રમો શરૂ કર્યા છે. જેની માગ માત્ર ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં વધી છે. જેને લઇને આ વર્ષ માટે 2300થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ Gujarat University માં અભ્યાસ માટે અરજી કરી છે.