ગાંધીનગરઃરાષ્ટ્રીય રક્ષા શક્તિનો જન્મ ગુજરાતમાં થયો છે. પહેલા રક્ષા યુનિવર્સિટી તરીકે જાણીતી હતી. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાશે. તમામ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન આજથી ગાંધીજીએ સત્યાગ્રહ દાંડી આંદોલન શરૂ કર્યું હતું. આજે એ તમામ લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપું છું. મારા માટે આ યાદગાર અવસર છે. લાંબા સમય સુધી મંથન, એક્સપર્ટ સાથે સંવાદ અને વિશ્વમાં શું થઈ રહ્યું છે તે બાબતે માહિતી લીધી અને ત્યારબાદ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્થપાઈ છે.
અંગ્રેજોએ આપણા દેશમાં તેમને ખપતું પોલીસિંગ ઊભું કર્યું હતું
અંગ્રેજો હાઈટ થી લોકોની પસંદગી કરવામાં આવતી હતી. આઝાદી પછી ખૂબ ફેરફાર કરવાની જરૂર હતી. પણ એ દિશામાં જે કામ થવું જોઈએ તેમાં પાછળ રહી ગયાં. આજે એવી માન્યતા છે કે પોલીસથી દૂર રહો. પહેલા રક્ષા એટલે યુનિફોર્મ, હાથમાં દંડો, પાવર, અને રિવોલ્વર છે. આવું હતું પરંતુ હવે આ બધું જતું રહ્યું. હવે અનેક સુધારાઓ આવી ગયા છે. પહેલાના સમયે કોઈ જગ્યાએ ઘટના બને તો તેને ખબર અન્ય જગ્યાએ પહોંચતા પહોંચતા કલાકો અને દિવસો પસાર થતા હતાં. ત્યારે હવે એ જ ગતિથી કમ્યુનિકેશન થઈ રહ્યું છે ત્યારે એક જગ્યાએથી વ્યવસ્થાને સંભાળીને આગળ વધે તે સંભવ નથી હવે તમામ ક્ષેત્રમાં એક્સપર્ટ છે ત્યારે જ નીતિઓને આપણે સંભાળી શકીએ છીએ.