ADC બેંક માનહાનિ કેસ: રાહુલ-સુરજેવાલાની મુશ્કેલી વધી, મેટ્રો કોર્ટે હાજર થવા સમન્સ જાહેર કર્યું - metropolitan-court
અમદાવાદઃ નોટબંધી વખતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ADC બેંક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન મુદ્દે સોમવારે ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે બધા સાક્ષીઓની જુબાની બાદ રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા વિરુદ્ધ સમન્સ જાહેર કર્યું છે. મેટ્રો કોર્ટે સમન્સ જાહેર કરતા નોંધ્યું છે કે, બંનેના ADC બેંક વિશેના નિવેદનથી બદનક્ષી થઈ છે અને જેને લઈને રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાને 27મી મે સુધીમાં હાજર થવાનો હુકમ કર્યો છે.
ડિઝાઈન ફોટો
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા વિરુદ્ધ 748 કરોડ રૂપિયાના બદનક્ષી કેસમાં સમન્સ જાહેર કરી બંનેને આગામી 27મી મેંના રોજ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર થવાનો હુકમ કર્યો છે. મેટ્રો કોર્ટે બંનેએ નોટબંધી વખત ADC બેંક વિશે કરેલી ટિપ્પણીથી બેંકની બદનક્ષી થઈ હોવાનું માન્યું છે અને આ આધાર રાખીને બંનેને સમન્સ પાઠવવામાં આવ્યાં છે.