ગુજરાત

gujarat

ETV Bharat / city

ત્રણ FPIના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર પાછળ અદાણી ગ્રુપના શેરોમાં કડાકો, કંપનીએ કરી સ્પષ્ટતા - A crash in the stock

ત્રણ FPIના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચારના કારણે અદાણી ગ્રુપના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે. કંપનીએ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના પાયા વિહોળા કહ્યા હતા. આ અંગે કંપની તરફથી પ્રેસ નોટ પણ ઈસ્યુ કરવામાં આવી હતી.

xx
ત્રણ FPIના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર પાછળ અદાણી ગ્રુપના શેરોમાં કડાકો, કંપનીએ કરી સ્પષ્ટતા

By

Published : Jun 14, 2021, 8:42 PM IST

  • NSDL દ્રારા ત્રણ વિદેશી ફંડના એકાઉન્ટ ફ્રીઝ કર્યાના સમાચાર
  • અદાણી ગ્રુપના શેરોમાં ભારે વેચવાલી કડાકો
  • 1.03 લાખ કરોડનું મૂડીનું ધોવાણ


અમદાવાદ : અદાણી ગ્રુપે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝટરી લિમિટેડ દ્વારા ત્રણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સના એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના સમાચાર ફેલાયા હતા, જેના કારણે અને અદાણી ગ્રુપના શેરોમાં મોટા ગાબડા પડ્યા હતા. જો કે અદાણી ગ્રુપે ત્રણ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાના ફેલાયેલા સમાચારને ખોટા ઠેરવ્યા છે અને કંપનીએ સ્પષ્ટીકરણ કરતી પ્રેસ નોટ ઈસ્યૂ કરી છે. અદાણી ગ્રુપે સ્પષ્ટીકરણ કર્યું છે કે અદાણી ગ્રુપનો પોર્ટફોલીયો તમામ વર્ટિકલ્સમાં વધુને વધુ ઝડપી વૃદ્ધિ કરતું રહેશે, અમે અમારા સહયોગીઓને અનુરોધ કરીએ છીએ કે બજારના અનુમાનોથી અસ્વસ્થ થાય નહી.

NSDLએ એકાઉન્ટ ફ્રીઝ કર્યા નથી

સમાચાર મુજબ અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં 43,500 કરોડ રૂપિયાના શેર રાખનાર ત્રણ વિદેશી પોર્ટફોલીયો ઈન્વેસ્ટર્સ ( FPI )ના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. આ 3 એકાઉન્ટ એફપીઆઈમાં અલ્બુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડ છે. તેમના એકાઉન્ટ 31 મેથી અથવા તેની પહેલા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. જો કે જાણવા મળ્યા મુજબ એનએસડીએલે તેમના એકાઉન્ટ ફ્રીઝ કર્યા નથી, અને તે એકાઉન્ટ પુરી રીતે ઓપરેશનલ છે.

આ પણ વાંચો : અદાણીના શેર ગગડ્યા, એક ક્લાકમાં થયું સો કરોડનું નુકસાન, કંપનીએ ગણાવી ભ્રામક ખબર


ત્રણેય વિદેશી ફંડોની હિસ્સેદારી

એનએસડીએલ દ્વારા ત્રણેય ફંડ પર સિક્યોરિટીઝની ખરીદ વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે. આ સમાચાર ફેલાઈ જતાં અદાણી ગ્રુપના શેરોમાં ભારે ગાબડા પડ્યા હતા. આ ત્રણેય વિદેશી ફંડોની અદાણી એન્ટરપ્રાઈઝમાં 6.82 ટકા હિસ્સેદારી છે. જ્યારે અદાણી ટ્રાન્સમીશનમાં 8.03 ટકા હિસ્સેદારી છે. અદાણી ટોટલ ગેસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકાની હિસ્સેદારી છે.

10 ટકા મૂડીનું ધોવાણ

આ સમાચાર પછી અદાણી ગ્રુપના શેરોમાં કડાકો બોલી ગયો હતો. અને તેને કારણે તેની માર્કેટ કેપમાં અંદાજે 10 ટકા એટલે કે 1.03 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું.

આ પણ વાંચો : નોઈડામાં અદાણી ગ્રુપ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે


અદાણી ગ્રુપના શેરોના ભાવ તૂટ્યા પછી ઝડપી સુધર્યા

અગ્રણી શેરદલાલ ઈન્વેસ્ટર પોઈન્ટના ફાઉન્ડર જયદેવસિંહ ચૂડાસ્માએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના શેરના ભાવ તૂટ્યા તો ખરા પણ આ સમાચાર ખોટા છે, તેવી સ્પષ્ટતા આવી જતાં શોર્ટ કવરીંગ આવ્યું હતું અને માથે શોર્ટ સેલર ટ્રેપ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરનો ભાવ તૂટીને 1201 થયો, ત્યાંથી ઝડપી ઉછળીને 1529.95 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 1501.45 બંધ થયો હતો. તેવી જ રીતે અદાણી પોર્ટ તૂટીને 681.10 થયો હતો, જે સુધરીને 768.45 બંધ થયો હતો. આમ ઘટયા મથાળેથી ભાવ સુધર્યા હતા. અદાણી ગ્રુપના શેરોના ભાવ ઓવરવેલ્યુડ તો છે, પણ શેરબજારમાં તેજી છે માટે ભાવ ઊંચકાયા છે.

ABOUT THE AUTHOR

...view details