- સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરશે અદાણી ગ્રુપ
- આજથી અદાણી ગ્રુપે સંચાલન કર્યું શરૂ
- એરપોર્ટ પર લાગ્યાં અદાણીના બેનરો
અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અને માલિકી અદાણીની થઈ ગઈ છે. આમ હવે આ એરપોર્ટ સરકારી એરપોર્ટ રહ્યું નથી. અદાણી જૂથ 7 નવેમ્બરથી તેનું સંચાલન સંભાળવાનું છે. એટલે કે, આજ શનિવારથી અદાણીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણપણે સંભાળી લીધું છે. એરપોર્ટના ખાનગીકરણની માટેની દસ્તાવેજોની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. જેના પગલે શનિવારથી એરપોર્ટ પર અદાણીના બેનર લાગી ગયાં છે. આ ટર્મિનલનું ઓપરેશન અને ટર્મિનલના વિકાસનું કામ અદાણી હવેથી સંભાળશે. અદાણીએ સ્ટાફને ટ્રેનિંગ આપવાનો પણ પ્રારંભ કરી દીધો છે.
- અમદાવાદ એરપોર્ટનું 7 વર્ષ પછી ખાનગીકરણ
ઉલ્લેખનીય છે કે, અદાણીએ થોડા દિવસ પહેલાં જ લખનઉ એરપોર્ટનું સંચાલન સંપૂર્ણપણે સંભાળ્યું હતું. હવે તેને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન મળ્યું છે. આ ઉપરાંત મુંબઈના એરપોર્ટની માલિકી પણ તેની પાસે જ રહેલી છે. આમ અમદાવાદનું એરપોર્ટ 7 વર્ષ પછી ખાનગીકરણ થશે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભારતીય એરપોર્ટ પર વિશ્વસ્તરની સેવા પૂરી પાડવા માટે તેના ખાનગીકરણનો નિર્ણય લીધો છે, તેમાં અદાણીને અધિકાર મળ્યો છે. અદાણી જૂથને 50 વર્ષ માટે આ એરપોર્ટનું સંચાલન કરવા માટેનો અધિકાર મળ્યો છે. એટલે કે, હવે આગામી 50 વર્ષ સુધી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી દ્વારા કરવામાં આવશે.
- ઈન્ફ્રાસ્ટ્રક્ચર થઈ શકે છે વધુ વિકસિત