- ગુજરાત જીએસટી વિભાગની ખાસ ઝુંબેશ
- કરચોરી અને બોગસ બિલિંગ શોધવા કવાયત
- નવી સિસ્ટમના ઉપયોગ થકી ચકાસણી શરૂ
આજે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આશ્રમ રોડ ખાતે રિનોવેટ થયેલા GST કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ નીતિન પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ જેમ જેમ ઓછું થઈ રહ્યું છે તેમ તેમ તબક્કાવાર સુધારો થયો છે. જે આવકમાં ઘટ હતી તેમાંથી બહાર આવી આપણે સારી સ્થિતિ તરફ વધી રહ્યા છીએ. ગયા વર્ષના પેટ્રોલ ડીઝલના વેચાણ કરતા આ વર્ષે વેચાણ વધ્યું છે. જીએસટીની આવકમાં પણ વધારો થયો છે.
GAIN ટૂલ કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે
જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલિંગના કેસો શોધી કાઢવા માટે GSTN દ્વારા વિકસાવેલ જીએસટી એનાલિટીક્સ અને ઈન્ટેલીજન્સ નેટવર્ક (GAIN) ટૂલનો ઉપયોગ શરૂ કરેલ છે. જે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સનો ઉપયોગ કરી ખોટી વેરાશાખ લેતાં અને કરચોરી કરતાં કરદાતાઓ શોધી કાઢે છે. આ ટૂલ ખરીદ વેચાણના વ્યવહારોની સમગ્ર ચેઇનનો ગ્રાફિકલ આઉટપુટ આપે છે, તેમજ બોગસ બિલિંગના કેસો શોધવામાં મદદરૂપ થાય છે.ગત વર્ષની કારણે ગત વર્ષે 93 લાખ થતા આવક ઘટી હતી. જે હવે સ્થિતિ સુધરતા આવક સવા લાખ જેટલી થઇ છે. ગત વર્ષના રાજ્યની પેટ્રોલ ડીઝલની આવક ગત વર્ષની સરખામણીએ વધી છે. પેટ્રોલની આવકની સાથે વેચાણ અને જથ્થામાં વધારો થયો છે. GST લાગુ કરવાના કારણે પાંચ વર્ષ ચૂકવવાનો જે વાયદા કરવામાં આવ્યો છે તે ભારત સરકાર નિયમિત રીતે ગુજરાતનો હિસ્સો ચૂકવી રહી છે. આર્થિક રીતે આપણું રાજ્ય સક્ષમ ગણાય તે રીતે આપણે આગળ વધી રહ્યાં છે.
ફાસ્ટટેગના ડેટાનું એકીકરણ કરાય છે
આ ઉપરાંત એનઆઇસી દ્વારા ઇ વે બિલ પોર્ટલ અને FASTAG ના ડેટાનું એકીકરણ કરી તેના આધારે REAL TIME ડેટાના વિવિધ રીપોર્ટ્સની ફેસીલિટી શરૂ કરેલ છે. તેથી કરપાત્ર માલનું વાહન કરતાં વાહનોનું રિયલ ટીમ ટ્રેકિંગ સંભવ બનેલ છે.
સંપૂર્ણ રકમ જો સરકારની તિજોરીમાં આવશે તો લોકોના ઉત્કર્ષ માટે વાપરી શકાશે