BRTS કોરીડોરમાં વાહન ચલાવનાર ટુ-વહીલર ચાલકો પાસેથી 1500 રૂપિયા દંડ અને ફોર વહીલર ચાલકો પાસેથી 3000 રૂપિયા તથા અન્ય વાહનચાલકો પાસેથી 5000 રૂપિયા દંડની વસુલાત કરવામાં આવશે. BRTS કોરિડોરના મહત્વના જંક્શન પર રબરના સ્પિડ બ્રેકર પણ મુકવામાં આવશે. ઉપરાંત ટ્રાફિક પોલિસ, AMCઅને BRTSની ટીમો કોરીડોરમાં સર્વે કરીને રિપોર્ટ 15 દિવસમાં સરકારને સોંપશે.
અમદાવાદ: BRTSના અકસ્માત બાદ પોલીસે બનાવ્યો એક્શન પ્લાન - Traffic Rules
અમદાવાદ: શહેરના પાંજરાપોળ પાસે BRTS દ્વારા સર્જેલા અકસ્માત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. AMC તથા શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લઈને BRTS કોરિડરમાં વાહન ચલાવનાર સામે સખ્ત કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ઉપરાંત BRTS કોરિડોર માટે પોલીસ દ્વારા સ્પેશિયલ સ્કોડ પણ બનાવવામાં આવશે. જે આ મામલે કાર્યવાહી કરશે. હવેથી BRTS કોરીડોરમાં વાહ ચલાવનાર સામે સ્કોડ, સ્થાનિક પોલીસ, જેટ ટીમ, BRTS માર્શલ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક વિભાગ દ્વારા 4 સ્કોડની રચના કરવામાં આવી છે. જે શહેરના અલગ અલગ વિસ્તારમાં કાર્યરત રહેશે. આ ઉપરાંત સમગ્ર BRTS કોરિડર પણ CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે અને વાહન ચલાવનારને ઈ-ચલણ આપવામાં આવશે.
પોલીસે બનાવ્યો એક્શન પ્લાન
લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા આવે તે માટે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો પણ યોજાશે ઉપરાંત દરેક પોલીસ ચોકી પર બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવશે. AMC પોલીસને 2000 લોક આપશે જે ફોર વહીલર વાહન ચાલકોને નિયમો તોડવા બદલ કરવામાં આવશે. લોકોને પણ કોઈ મદદની જરૂર હોય તો 1095 નંબર પર ફોન કરીને ટ્રાફિક વિભાગમાંથી મેળવી શકશે.