ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરત એર ફ્લાઇટ માટે અસર કરતી અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી - Surat Air Flight

સુરત એરપોર્ટને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ (Important order of Gujarat High Court) કર્યો છે. જેમાં સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી ઇમારતો એર ફ્લાઇટ માટે અસર કરતી અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી (Action against all illegal buildings) કરવા નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે.

illegal buildings
illegal buildings

By

Published : Aug 18, 2021, 10:22 PM IST

  • સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી ઇમારતોને લઈ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
  • એર ફ્લાઇટ માટે અસર કરતી હોય તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા કરાયો આદેશ
  • ડિસેમ્બર સુધીમાં હાઇકોર્ટમાં compliance રિપોર્ટ રજૂ કરવા કોર્ટનો આદેશ

અમદાવાદ: સુરત એરપોર્ટને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. જેમાં સુરત એરપોર્ટની આસપાસ બનેલી બહુમાળી ઇમારતો એર ફ્લાઇટ માટે અસર કરતી અને નિયમ વિરુદ્ધ હોય તેવી તમામ બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા નામદાર હાઈકોર્ટે આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે આવી બિલ્ડિંગોને 2 ડિસેમ્બર સુધીમાં તોડીને હાઇકોર્ટમાં compliance રિપોર્ટ રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે.

કોર્ટે તેના આદેશમાં શું કહ્યું ?

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કલેક્ટર તેની જવાબદારીના ભાગરૂપે ડિમોલિશનની કામગીરી હાથ ધરશે. આ કામગીરી કરવા માટે જે- તે મહાનગરપાલિકાની મદદ લઇ શકશે. વધુમાં કોર્ટે જણાવ્યું છે કે, કોમ્યુનિકેશન ગેપ ટાળીને જાહેર જનતાની સુરક્ષાને કોમ્પ્રોમાઇઝ કર્યા વગર સેફ્ટીના તમામ પગલા લેવા પડશે. કોર્ટે પોતાના ઓર્ડરમાં જણાવ્યું છે કે, અમે તમામ દલીલો સાંભળીને એવું તારણ કાઢ્યું છે કે સંબંધિત ઓથોરિટી એકબીજાને સહકાર કર્યા વિના કામગીરી કરી રહી છે. જે કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. અમે નિર્દેશ આપીએ છીએ કે તમામ સંબંધિત અધિકારીઓ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે જાહેર હિતમાં એકસાથે અને સંપૂર્ણ સહકારથી કાર્ય કરશે.

ABOUT THE AUTHOR

...view details