શહેરના નહેરુબ્રિજ પાસેથી સવારે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ACP આકાશ પટેલ તેમની સરકારી ગાડીમાં મીઠાખળી ખાતેની ઓફિસે જઈ રહ્યા હતા. તે દરમિયાનમાં ટ્રાફિક સિગ્નલ પર નંબર પ્લેટ ચેડા કરેલી બાઈક તેમની નજરે આવી હતી. આ જોતા જ તેમને તેમની સાથેના પોલીસકર્મીને ચાલુ ગાડીએ જ બાઈક સવાર સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે બાદ પોલીસકર્મીએ બાઈક સવારને નજીકની ટ્રાફિક ચોકીએ લઇ જઈ બાઈક સવાર સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઓફિસે જતા ACPએ નંબર પ્લેટ સાથે ચેડા કરનાર બાઈકચાલકની ચાલુ ગાડીએ કાર્યવાહી કરી - acp ahmedabad
અમદાવાદ: સામાન્ય રીતે સરકારી અધિકારી માત્ર સોપવામાં આવતું જ કામ કરે છે, ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા ACP આકાશ પટેલે ઓફિસ જતા સમયે રસ્તામાં નંબર પ્લેટ સાથે ચેડા કરનાર બાઈકને જોતા બાઈક પાછળ બેસી ચાલુ ગાડીએ જ કાર્યવાહી કરી હતી.
![ઓફિસે જતા ACPએ નંબર પ્લેટ સાથે ચેડા કરનાર બાઈકચાલકની ચાલુ ગાડીએ કાર્યવાહી કરી Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5498146-thumbnail-3x2-ahd.jpg)
Ahmedabad
ઓફિસે જતા ACPએ નંબર પ્લેટ સાથે ચેડા કરનાર બાઈકચાલકને જોતા ચાલુ ગાડીએ કરી કાર્યવાહી
લોકો ઈ-મેમોથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડા કરતા હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે, ત્યારે આજે ટ્રાફિક સિગ્નલ પર જ બાઈક સવાર નંબર પ્લેટ સાથે ચેડા કરેલી બાઈક સાથે દેખાતા કાર્યવાહી કરવામાં આવી છે. આકાશ પટેલ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, માત્ર ઈ-મેમોથી બચવા લોકોએ આ પ્રકારે નંબર પ્લેટ સાથે ચેડા ન કરવા જોઈએ. કેટલીક વખત અકસ્માત જેવી સ્થિતિમાં પણ ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે અને જે લોકો આ રીતે ચેડા કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.