ગુજરાત

gujarat

અમદાવાદ: મકાન કેમ ખાલી નથી કરતા તેમ કહીને 3 બાળક સહિત મહિલા પર એસિડ એટેક

By

Published : Dec 12, 2020, 7:20 PM IST

અમદાવાદમાં એસિડ એટેકનો બનાવ સામે આવ્યો છે. જેમાં મકાન ખાલી નહીં કરવા પર કુટુંબના જ 2 દિયરે સૂઈ રહેલી મહિલા અને તેના 3 બાળકો પર એસિડ એટેક કર્યો છે. જેથી પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મકાન કેમ ખાલી નથી કરતા તેમ કહીને 3 બાળક સહિત મહિલા પર એસિડ એટેક
મકાન કેમ ખાલી નથી કરતા તેમ કહીને 3 બાળક સહિત મહિલા પર એસિડ એટેક

  • મહિલા અને 3 બાળકો પર એસિડ એટેક
  • એસિડ એટેકના કારણે 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત
  • 2 શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

અમદાવાદઃ શહેરમાં મકાન ખાલી કરાવવા બાબતે કુટુંબના 2 દિયરે સૂતેલા પરિવાર પર એસિડ ફેક્યું હતું. જેમા મહિલા અને તેના 3 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ તમામ 4 ઈજાગ્રસ્તને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મકાન ખાલી કરાવવા બાબતે અગાઉ પણ થયો હતો ઝગડો

શહેરના માધુપુરામાં રહેતી 30 વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોધાવી હતી કે, તે પોતાના પરિવાર સાથે રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. આ સાથે જ તે જે મકાનમાં રહે છે તે મકાન 6 વર્ષ પહેલાં તેમના કાકા સસરાને પાસેથી તેમણે 3 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. આમ છતાં કાકા સસરાના દીકરા અજય અને વિજય મકાન ખાલી કરાવવા ઝગડો કરતા હતા અને ગાળાગાળી કરતા હતા..

મકાન ખાલી કરતા નથી કહીને એસિડ ફેક્યું

મહિલા તેમના પરિવાર સાથે રાતે સૂઈ રહ્યાં હતા, તે અરસામાં અજય અને વિજય ત્યાં આવ્યા હતા. જેમાંથી અજય બારીમાંથી એસિડ લઈને કહેતો હતો કે, મકાન કેમ ખાલી થતું નથી. ત્યારબાદ હત્યા કરવાના ઇરાદે અજયે એસિડ ફેક્યું હતું. જેમાંથી મહિલા અને તેના 3 બાળકો પર એસિડ આવતા તે ઈજાગ્રસ્ત થયા હતા. એસિડ એટેક કર્યા બાદ બન્ને આરોપી ઘટના સ્થળેથી ફરાર થયા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટના બાદ મહિલા અને તેમના 3 બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ મહિલાએ સમગ્ર મામલે અજય અને વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી માધુપુરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details