ગુજરાત

gujarat

ETV Bharat / city

એસિડ એટેકના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - ગુનેગારો

અમદાવાદ: શહેરમાં પ્રેમ સબંધ બાંધવા માટે ધમકી આપી 9 વર્ષની બાળકી પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં એસિડ ફેંકનાર આરોપી જયેશ બુધાભાઇ ઝાલાને સેશન્સ કોર્ટે 10 વર્ષની કેદ અને 5 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ એડિશનલ સેશન્સ જજ બી.જે. ગણાત્રાએ ચુકાદામાં નોંધ્યું હતું કે, એસિડ એટેકને કારણે બાળકીનો ચેહરો વિકૃત્ત થઇ ગયો છે. ત્યારે સમાજમાં આવા કૃત્ય અટકાવવા જરૂરી છે. વધુ સજા ન્યાયના હિતમાં જરૂરી છે. આ ઉપરાંત કોર્ટે એસિડ એટેકમાં સરકાર દ્વારા ભોગ બનનારને જરૂરી સહાય મળી રહે તે માટે કોર્ટે ચુકાદાની નકલ મોકલી આપવા નિર્દેષ આપ્યો છે.

Acid Attack court

By

Published : Jul 25, 2019, 11:27 PM IST

અમરાઇવાડી વિસ્તારમાં રહેતી પરણિતાને પ્રેમ સબંધ બાધવા માટે જયેશ ઝાલા ઘમકી આપતો હતો. પરંતુ પરણિતા પ્રેમ સબંધ માટે તૈયાર ન હતી. જેથી 14 ડિસેમ્બર 2015ના રોજ જયેશ એસિડ લઇ આવ્યો હતો. પરણિતાના ઘરની બહારથી એસિડ ફેંક્યું હતું. જેમાં 9 વર્ષની બાળકીનો ચહેરો અને હાથમાં ગંભીર ઇજા પહોચતા બાળકીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી આરોપી જયેશને ઝડપી લઇ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ચાર્જશીટ બાદ કેસ સેશન્સ કોર્ટમાં ચાલવવામાં આવ્યો હતો.

સરકારી વકીલ નવીન ચૌહાણે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, એસિડ એટેક ગંભીર ગુનો છે. આવા ગુના અંગે સુપ્રીમ કોર્ટે પણ કેટલાક મહત્ત્વના માર્ગદર્શક સિધ્ધાંતો આપ્યા છે. આરોપી સામે કેસ પુરવાર થાય તેટલા દસ્તાવેજી પુરાવા છે. અને સાક્ષીઓની જુબાની પણ છે. ત્યારે આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ જેથી સમાજમાં દાખલો બેસે અને આવા ગુનેગારોમાં કાયદાનો ડર રહે.

ABOUT THE AUTHOR

...view details