અમદાવાદખેલજગતમાં નામ કમાનારખેલાડીઓને આઝાદીના 75માં સ્વાતંત્ર્ય દિવસની (Indian Independence Day ) ઉજવણીના ઉપલક્ષમાં યાદ (Achievements75) કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતના તરણ ખેલાડી તરીકે શરુ કરી ભારતીય તરણ ખેલાડી તરીકે નામ કમાનાર સ્વીમરમાના પટેલને ( Indian swimmer Mana Patel ) પણ યાદ કરવા જોઇએ. નારી શક્તિનો (Nari Shakti ) પ્રભાવ પાથરનારા આ બેકસ્ટ્રોક સ્વીમરને ટોક્યો ઓલિમ્પિક 2020માં સીધી ટિકીટ મળી હતી એટલે કે તેઓ એ દરેક કવોલિફિકેશન ધરાવતાં હતાં જેનાથી તેમને ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવવાની સિદ્ધિ (Tokyo Olympian Maana Patel )મળી હતી.
માના પટેલનો પરિચયમાના પટેલનો ( Indian swimmer Mana Patel ) જન્મ અમદાવાદમાં 18 માર્ચ 2000ના દિવસે રાજીવ પટેલ અને આનલ પટેલના ઘેર થયો હતો.માનાએ અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ખાતે કોમર્સનો અભ્યાસ કર્યો હતો અને જીએલએસમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેના પ્રારંભિક તરણક્ષેત્રની શરુઆત ગુજરાત વિદ્યાપીઠના સ્વિમિંગ સેન્ટરમાંથી થઇ હતી અને તેના કોચ કમલેશ નાણાવટી હતાં. સ્વિમિંગમાં આગળ નીકળ્યા બાદ તેણે બેંગલુરુમાં ડોલ્ફિન એક્વેટિક્સમાં કોચ નિહાર અમીન હેઠળ તાલીમ લીધી હતી.જે બાદ 22 વર્ષીય માના પટેલ આંતરરાષ્ટ્રીય સ્તર પર પીટર કાર્સવેલ પાસે સઘન તાલીમ કરી રહી છે.
સ્વિમિંગ કારકિર્દીગુજરાતમાંથી નીકળીને ભારતીય બેકસ્ટ્રોક તરવૈયા તરીકે જાણીતાં માના પટેલ જ્યારે સાત વર્ષની વયમાં જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદમાં 40મી જુનિયર નેશનલ એક્વાટીક્સ ચેમ્પિયનશીપમાં 200 મીટર બેકસ્ટ્રોકમાં 2:23.41 સેકન્ડનો સમય હાંસલ કર્યો હતો. ઓગસ્ટ 2009માં ટોક્યોમાં એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડન દ્વારા યોજાયેલ 2:26.41 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ માનાએ ( Indian swimmer Mana Patel ) તોડ્યો હતો. માનાએ નેશનલ ગેમ્સમાં પણ 50 બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. માનાએ 60મી નેશનલ સ્કૂલ ગેમ્સ (2015)માં 100 મીટર બેકસ્ટ્રોકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને બેકસ્ટ્રોકમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો.
ઈજા બાદ પુનરાગમન ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર (Tokyo Olympian Maana Patel )પ્રથમ ભારતીય મહિલા સ્વિમર માના પટેલ ( Indian swimmer Mana Patel ) મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં ભાગ લીઘો હતો. 21 વર્ષીય માનાને 2019માં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તેણે આ વર્ષની શરૂઆતમાં જ પુનરાગમન કર્યું હતું. માનાને 2015 માં ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ માટે પસંદ કરવામાં આવી હતી. તેણીએ 50 મીટર, 100 મીટર અને 200 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર જીત્યા હતાં. 50 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ; 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં ગોલ્ડ; 12મી દક્ષિણ એશિયન ગેમ્સ (2016)માં 4×100 મીટર મેડલી રિલેમાં ભાગ લીધો હતો.