- L એન્ડ T કંપનીના હેડ તરીકેની ઓળખ આપીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતી ગેંગના એક આરોપીની ધરપકડ
- સેટેલાઇટના ટ્રાન્સપોર્ટના વેપારી સાથે કરી હતી કરોડો રૂપિયા
- અન્ય આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી
અમદાવાદ : ટ્રાન્સપોર્ટના વેપારી સાથે L એન્ડ T કંપનીના હેડ તરીકેની ઓળખ આપી કરોડો રૂપિયાનો ચૂનો લગાવનારી ગેન્ગના એક સાગરિતની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ( Ahmedabad Cyber Crime Branch ) દ્વારા ધરપકડ કરી છે. આરોપીઓએ ભેગા મળીને વેપારી સાથે અંદાજે 7 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીનું નામ દેવીદાસ નાગલે છે, આ શખ્સે ગંગોત્રી ટ્રેલર ટ્રાન્સપોર્ટના નામે બ્રોકર બનીને સેટેલાઇટના ટ્રાન્સપોર્ટના વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે.
આ પણ વાંચો -ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા
ગંગોત્રી ટ્રેલર ટ્રાન્સપોર્ટ નામના વેપારી સાથે વેપાર કરતા બ્રોકર દેવીદાસ નાગલેની ધરપકડ
સેટેલાઇટમાં સત્યાગ્રહ છાવણીમાં રહેતા અર્ચિત અગ્રવાલ નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ જાન્યુઆરી, 2020 થી માર્ચ, 2021 દરમિયાન સંજય મિશ્રા નામની અજાણી વ્યક્તિએ વેપારીને પોતે L એન્ડ T શિપ બિલ્ડીંગ, ફરીદાબાદ ખાતે સપ્લાય ચેન હેડ હોવાની ઓળખ આપી હતી. પોતાના મળતીયા અભિનવ તિવારી નામના અજાણી વ્યક્તિ મારફતે વેપારી સાથે છેલ્લા દોઢ વર્ષમાં 12 કરોડ 85 લાખ રૂપિયાનો વેપાર કર્યો હતો. જેમાં 6 કરોડ રૂપિયા આપી અન્ય રકમનો ચૂનો લગાવ્યો હતો. આ ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ( Ahmedabad Cyber Crime Branch )માં આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસના આધારે મધ્ય પ્રદેશથી ગંગોત્રી ટ્રેલર ટ્રાન્સપોર્ટ નામના વેપારી સાથે વેપાર કરતા બ્રોકર દેવીદાસ નાગલેની ધરપકડ કરી છે.