- પાડોશીના સંબંધને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે
- પાડોશીએ 4 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા
- પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરમાં પાડોશીના સંબંધ પર કલંક લગાવતો એક કિસ્સો સામે આવતા ચકચાર મચી છે. ઈસનપુર વિસ્તારમાં રમેશ મારવાડી ઉર્ફે કાળિયો નામનો આરોપી પોતાની પાડોશમાં રહેતી 4 વર્ષની બાળકીની છેડતી કરી તેની સાથે અડપલાં કર્યા હતા. આરોપીના ઘર પાસે રહેતા એક પરિવારની 2 પુત્રી અને એક પુત્ર છે. જ્યારે આરોપી રમેશ મારવાડી સૌથી નાની પુત્રીને ફોસલાવીને બાજુના મકાનમાં લઈ ગયો હતો. ત્યાં બાળકી સાથે આરોપીએ અડપલાં કર્યા હતા.
પાડોશીએ 4 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા આ પણ વાંચોઃપત્નીની છેડતી કરતાં પુત્રએ પિતાની હત્યા કરી
પાડોશી મહિલાએ બાળકીની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી
આ અંગે મળતી માહિતી અનુસાર, ઈસનપુરમાં રહેતી 4 વર્ષની એક બાળકી સાથે છેડતી થઈ હોવાની વાત સામે આવી હતી. ત્યારે આ છેડતી અને અડપલાં આરોપી રમેશ મારવાડી ઉર્ફે કાળિયોએ કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પાડોશમાં રહેતી એક મહિલાએ બાળકી અને આરોપીને તે મકાનમાં જોયા હતા. ત્યારે આ મહિલાએ બાળકીની માતાને સમગ્ર બાબત અંગે જણ કરી હતી. ત્યારે 4 વર્ષની બાળકીના શરીર પર અડપલાં થયા હોવાનું સામે આવ્યું હતું. તો આજુબાજુના લોકોએ આરોપીને પકડી રાખ્યો હતો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા લોકોએ આરોપીને પોલીસને સોંપ્યો હતો.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પોલીસકર્મીની પુત્રી અને તેની મિત્રની એક્ટિવા પર છેડતી, જમીન પર પટકાતા ગંભીર ઈજા
ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી
સમગ્ર ઘટનાની જાણ 4 વર્ષની બાળકીની માતાને થતા માતાએ બાળકીને પૂછ્યું હતું, જેમાં આ બધી જ હકીકત સાચી નીકળતા બાળકીના પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. તો ફરિયાદ નોંધીને ઈસનપુર પોલીસે આરોપી રમેશ મારવાડીની ધરપકડ કરી લીધી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી યોગ્ય પૂરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે.