- કાલુપુર બોમ્બ બ્લાસ્ટના આરોપીને ગુજરાત ATSએ પુણેથી જડપયો
- પકડાયેલા આરોપીએ બ્લાસ્ટ કરનારને પાકિસ્તાન મોકલ્યા હતા
- 12 આરોપીઓ પકડાયા છે અને 11 આરોપીઓ પકડવાના બાકી
અમદાવાદ:કાલુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ટેલિફોન બૂથમાં બોમ્બ પ્લાન્ટ કરવાના કેસમાં વોન્ટેડ મોહસીન નામના આતંકીને ગુજરાત ATSએ ઝડપી લીધો છે. આરોપી 2006થી નાસતો-ફરતો હતો અને મહારાષ્ટ્રના પૂણેમાં છુપાયેલો હતો. વર્ષ 2006માં કાલુપુર રેલવે સ્ટેશન પર ટેલિફોન બુથ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીઓને લશ્કર-એ-તૈયબા આતંકી સંગઠન મદદ કરતું હતું. આજે પકડાયેલા મોહસીનનું પણ આગળના લશ્કર સાથે કનેકશન હોવાનું ATS માની રહી છે. જે માટે હવે ATS મોહસીનના રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરશે અને પૂછપરછ હાથ ધરશે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓ પકડાયા છે અને 11 આરોપીઓ પકડવાના બાકી છે.
મોહસીને પાકિસ્તાનમાં જઈને ટ્રેનિંગ લીધી હતી
ગુજરાત ATSની ટીમને બાતમી મળી હતી કે, 2006ના બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો મોહસીન પુનાવાળો પૂણેના હડપસર ખાતે છુપાયેલો છે. ATSની ટીમે સર્વેલન્સના આધારે મોહસીનને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોતાના ઘરનું સરનામું બદલી નાખ્યું હતું અને બહાર આવવાનું ટાળતો હતો. તે ઘરની નજીક મદ્રાસામાં ભણાવવાનું કામ કરતો હતો અને 2006માં કંથારીયા મદ્રેસામાં અભ્યાસ કરતો હતો. મોહસીને પાકિસ્તાનમાં જઈને ટ્રેનિંગ લીધી હતી.
આ પણ વાંચો:અમદાવાદ: 2006માં કાલુપુર બ્લાસ્ટ બાદ આતંકીઓને બોર્ડર ક્રોસ કરાવનારો ઝડપાયો