- પત્નીને ગુપ્તભાગમાં ડિસમિસ મારીને હત્યાનો પ્રયાસ કર્યો
- ફરિયાદીના આક્ષેપો અંગે નિવેદનો લઇ કાર્યવાહી કરાશે
- પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો
- બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી
અમદાવાદ : આરોપી લોકેન્દ્ર ભંડારી અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. જેમાં પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ લોકેન્દ્ર અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતો તેની પત્નીને તે પસંદ નહોતું જેથી લોકેન્દ્ર એ તેની પત્નીને ખુરશી સાથે બાંધી ઢોર માર માર્યો હતો તેમજ ગુપ્ત ભાગે ઇજાઓ પણ પહોંચાડી હતી. જ્યારે તે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.
અમદાવાદમાં પતિએ પત્નીના ગુપ્તાંગમાં ડિસમિસ મારી હત્યાનો કર્યો પ્રયાસ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો
ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે, 16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા પરંતુ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે. જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો હતો. બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડીકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે કે ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગોંડલમાં 6 શખ્સોએ મહિલા પર સામુહિક દુષ્કર્મ ગુજાર્યો
આ પણ વાંચો : મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા