અમદાવાદ શહેરમાં સોમવારે સ્વતંત્રતા દિવસે મેઘરાજાની ફરી પધરામણી (Heavy Rain in Ahmedabad) થઈ હતી, જે સિલસિલો આજે પણ યથાવત્ રહેતા આજે વહેલી સવારથી શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાહનચાલકોને પણ (Motorists in trouble due to rain) અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના પ્રહલાદનગર, એસ. જી. હાઈવે, વસ્ત્રાપુર, ન્યૂ રાણીપ, ચાંદખેડા, નારોલ, નિકોલ, જોધપુર જેવા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો આ સાથે જ લોકોએ ઠંડકનો પણ અહેસાસ કર્યો હતો. શહેરમાં આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે.
કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ લૉ પ્રેશરની અસરથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય (Rainy system active in Gujarat) થઈ છે. તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ યેલો એલર્ટ છે. જ્યારે તાપી, ભરૂચ અને પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે જ માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
સાબરકાંઠામાં વરસાદની સ્થિતિજિલ્લામાં હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ આજે વહેલી સવારથી જ ભારે વરસાદ (Heavy Rain in Sabarkantha) પડી રહ્યો છે. તો હવે અહીં નદી નાળા છલકાઈ જશે. તો જિલ્લામાં હવે તંત્ર એલર્ટ પર આવી ગયું છે. અહીં વરસાદના કારણે ભેસકા અને કરોલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જ્યારે ગત રાત્રિએ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભેસ્કા નદી 2 કાંઠે વહી હતી.
ડેમના દરવાજા ખોલવા પડ્યા સાબરકાંઠા જિલ્લામાં આવેલી હરણાવ નદીમાં 2,000 ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે હરણાવ જળાશય છલકાઈ ગયું છે. આ સાથે જ હરણાવ જળાશય યોજનાના (Harnao Reservoir Scheme) ત્રણ દરવાજા ખોલી દેવાયા છે. અહીં 0.30 સેન્ટિમીટર દરવાજા ખોલતા 3,000 ક્યૂસેક પાણીની જાવક થઈ છે. જ્યારે ખેડબ્રહ્મામાં ખેડવા ડેમના દરવાજા ખોલવા પડ્યા હતી. અહીંથી 1,000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ને જો ભારે વરસાદ યથાવત્ રહે તો જળાશયના વધુ દરવાજા ખોલવામાં આવશે.
ગામડાના ઘરોમાં ઘૂસ્યા પાણીબનાસકાંઠા જિલ્લાના ડીસામાં ભારે વરસાદથી કંસારી, શેરપૂરા સહિતના અનેક ગામડાઓમાં ઘરોમાં (Heavy Rain in Banaskantha) પાણી ભરાઈ ગયું છે. તો ડીસા ધાનેરા રોડ પરના ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘરોમાં 2-2 ફૂટ પાણી ભરાતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો દર વર્ષે આ ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસતા લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ ગામડાઓ નીચાણવાળા ભાગમાં આવેલો હોવાથી બેટમાં ફેરવાઈ જાય છે.