- ધોલેરા ભાવનગર હાઈવે પર સર્જાયો અકસ્માત
- બોલેરો જીપ અને ટેન્કર સામ-સામે અથડાતા થયો અકસ્માત
- અકસ્માતમાં પૂરપાટ વેગે જતો બોલેરો ચાલકનું મોત
અમદાવાદઃ ધોલેરા ભાવનગર હાઇવે ઉપર મંગળવારે બપોરના સમયે ધોલેરા તરફથી ભાવનગર બાજુ જઈ રહેલો બોલેરો ગાડીના ચાલકે પૂરપાટ વેગે અને બેદરકારી પુર્વક વાહન ચલાવી સામેથી આવી રહેલી ટેન્કરગાડીની સાથે રોંગ સાઇડમાં જય ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. વાહનની ટક્કર થતાં બોલેરો જીપનો ચાલક કેબિનમાં જ ફસાઇ ગઈ હતો. બોલેરો ચાલકનું મોત થયુ છે જેને ધોલેરા પોલીસે કેબિન તોડી બહાર કાઢ્યો હતો.
ધોલેરા ભાવનગર હાઈવે પર સર્જાયો અકસ્માત આ પણ વાંચોઃવાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ટેન્કરચાલકે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી
ધોલેરા ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના સંદર્ભે ટેન્કર ચાલક સલમાન ખાન મહમદ મહેબૂબ અલી કુરેશી જે મુળ પ્રતાપ ગઢ, ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેણે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ધોલેરા પોલીસે ઈપીકો કલમ 279, 304( અ) તથા એમ.વી.એક્ટ કલમ 177, 184 મુજબ બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બોલેરો ચાલકનું મૃત્યુ થતાં પીએમ અર્થે રેફરલ હોસ્પિટલ ધંધુકા ખાતે ખસેડવામાં આવી પોલીસે પીએમની તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત ધોલેરા પોલીસ સ્ટેશનના અ.હે કો. કિરણસિંહ ઉદયસિંહ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચોઃ10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો