કૌભાંડમાં પોતાના પુત્ર અને પત્નીને કારોબારમાં સક્રિય બનાવી એક અનોખી મોડસ ઓપરેન્ડી દ્વારા કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે .આરોપી જયંતિ પટેલ સામે ભ્રષ્ટાચાર અને મિલકત વસાવા અંગેની અરજી મળ્યા બાદ એક વર્ષ સુધી એન્ટીકરપ્શન બ્યુરોના બાડા એકમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી .જે તપાસમાં ખુલ્યુ હતું કે આરોપી જયંતિ પટેલે એક કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ખરીદી હતી.
છોટા ઉદેપુરના વર્ગ 3ના કર્મચારીનું કરોડોનું કૌભાંડ, અમદાવાદ એસીબીએ ભાંડો ફોડ્યો - અમદાવાદ
અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણિક મિલકતો અને બિનહિસાબી રોકડ રકમના સરકારી અધિકારીઓના કૌભાંડને લઈને આવેલી અરજીઓમાં તપાસ કરતા ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કચેરી છોટાઉદેપુર ખાતે કામ કરતા વર્ગ-૩ના કર્મચારી જયંતિ ઇશ્વરભાઇ પટેલનું કરોડો રૂપિયાની બિનહિસાબી અને બેનામી મિલકતનું કૌભાંડ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીનો પુત્ર જૈમીન વિદેશમાં અભ્યાસ કરતો હોવા છતાં ભારતમાં તે કોઇ વ્યવસાય કરતો હોવાનો બતાવી પુત્રના બેંક ખાતામાં જી.એલ ડી.સીના બેન્ક ખાતા માંથી આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ વિદેશમાં ટ્રાન્સફર કરી હતી. હાલ એન્ટીકરપ્શન બ્યુરોએ તપાસ કરતા આરોપીએ પુત્રને ખોટી રીતે જી.એલ.ડી.સીના કોન્ટ્રાક્ટર તરીકે દર્શાવી આવકવેરા વિભાગમાં આવકવેરા રિટર્ન ફાઇલ ખોટી ઉભી કરી આવકો ઉભી કરી છે. સાથે જ આરોપીએ પોતાની પત્ની નંદાબેન પટેલના નામે પણ સ્થાવર મિલકતો અને મશીનરી વસાવી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
આ તમામ હકીકતની જાણ થતા એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારી દ્વારા જયંતિ પટેલ અને તેના પુત્ર તથા પત્ની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે વર્ગ-૩ના કર્મચારીઓ તરીકે જી.એલ.ડી.સીમાં કામ કરતા જયંતિ ઈશ્વરભાઈ પટેલ પોતાની આવક કરતા ૫૯ ટકા વધુ બિનહિસાબી રોકડ અને મીલકતો વસાવી ચૂકયા છે. જેથી એન્ટીકરપ્શન બ્યુરોના બાળા યુનિટ દ્વારા સરકારી કર્મચારી જયંતિ પટેલ ધરપકડ કરી આ કેસમાં તથા અન્ય કેટલાક કેસમાં તેમની સંડોવણી છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.