અમદાવાદઃ ગુરુવારે GLS ખાતે બનેલી ઘટનામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નામને ખરાબ કરવા માટેનો પ્રયાસ NSUI દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ ABVPએ કર્યો છે. જે વિદ્યાર્થી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તે કોલેજમાં કાતર દ્વારા હિંસા કરવાની ઘટનાનો (ABVP vs NSUI Ahmedabad) આરોપી છે અને NSUIનો કાર્યકર્તા છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પર NSUIના નારાયણ ભરવાડ દ્વારા ABVPના GLS યુનિવર્સિટીના મંત્રી જુહીબેન શાહ સાથે ગેરવર્તુણક કરી હતી. નારાયણ ભરવાડે વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરી, ઉઠાવી લેવાની ધમકીઓ આપી હતી. આ ઘટનાને લઈને જુહીબેન શાહ દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે. રેગિંગ (ABVP Raging in GLS College 2021) જેવી કોઈ ઘટના ઘટી નથી, રાજનૈતિક રંગ આપવાનું કામ NSUI દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેવું કર્ણાવતી મહાનગર મંત્રી પ્રાર્થનાબેન અમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
બંને સંસ્થાઓ સામસામે આપી રહી છે કાર્યક્રમ
2 દિવસથી NSUI અને ABVP દ્વારા શક્તિ પ્રદર્શન રૂપ રેલી (ABVP vs NSUI Ahmedabad) કરવામાં આવી રહી છે અને કોલેજોમાં વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે. ABVP દ્વારા GLS યુનિવર્સિટીમાં મેમ્બરશિપ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં કોલેજમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે ABVP જબરજસ્તી કરીને નારા લગાવડાવી (ABVP Raging in GLS College 2021) રહ્યાં હતા. વિદ્યાર્થીઓ પાસે ABVP દ્વારા NSUIના પોસ્ટર ફાડવામાં આવ્યા હતાં જેથી મામલો વધુ બીચક્યો હતો અને NSUIના નેતાઓ GLS કોલેજ પહોંચ્યા હતાં. રજિસ્ટ્રારને ઉગ્ર રજુઆત કરીને સમગ્ર મામલે પગલાં લેવાની માગણી કરી હતી. તો બીજી તરફ NSUI પહોંચતા જ ABVP ના નેતાઓ કોલેજથી નાસી ગયાં હતાં.
આ પણ વાંચોઃ જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ