અમદાવાદ: પાકની દૃષ્ટિએ વિશ્લેષણ કરીએ તો છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ થયેલા વાવેતરની તુલનાએ આ વર્ષે ધાન્ય પાકનું 87 ટકા, કઠોળ પાકનું 86 ટકા અને તેલીબીયા પાકનું 109 ટકા વાવેતર થયું છે. ધાન્ય પાકોમાં ડાંગરનું 85 ટકા, બાજરીનું 112 ટકા, જુવારનું 57 ટકા અને મકાઈનું 91 ટકા વાવેતર થયું છે. જ્યારે કઠોળ પાકમાં તુવેરનું 88 ટકા, મગનું 93 ટકા, મઠનું 78 ટકા અને અડદનું 81 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં 91 ટકા વાવેતર : ધાન્ય પાકનું 87, કઠોળનું 86 અને તેલીબીયાનું 109 ટકા વાવેતર - Government of Gujarat
ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેતા ધરતીપુત્રોએ ખરીફ સિઝનમાં લગભગ 91 ટકા વાવેતર પૂર્ણ કરી નાખ્યું છે. રાજ્યમાં ખરીફ સિઝનમાં છેલ્લા ત્રણ વર્ષનો નોર્મલ વિસ્તાર 84,90,017 હેક્ટર રહ્યો છે, જેની સામે આ વખતે ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધીમાં 78,02,220 હેક્ટર વાવેતર થઈ ચૂક્યું છે.
ગુજરાતમાં ખરીફ સિઝનમાં 91 ટકા વાવેતર : ધાન્ય પાકનું 87, કઠોળનું 86 અને તેલીબીયાનું 109 ટકા વાવેતર
રાજ્યમાં તેલીબીયાના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. આ વર્ષે મગફળીનું 133 ટકા, તલનું 134 ટકા, દિવેલાનું 44 ટકા અને સોયાબીનનું 121 ટકા વાવેતર થયું છે.
ભારત સરકારનું કઠોળ પાકોનું વાવેતર વધારવાનું આયોજન સફળ થઈ રહ્યું છે. રાજ્યમાં અન્ય પાકનું પણ પ્રમાણમાં સારું વાવેતર થયું છે. નોર્મલ વાવેતર વિસ્તારની સરખામણીએ કપાસનું 84 ટકા, શાકભાજીનું 89 ટકા અને ઘાસચારાનું 86 ટકા વાવેતર થયું છે.