ગુજરાત

gujarat

ETV Bharat / city

RTE માં પ્રથમ રાઉન્ડના અંતે 10 હજાર જેટલા પ્રવેશ થયા કન્ફોર્મ, વાલીઓની ભૂલના કારણે 953 એડમિશન રદ્દ - અમદાવાદ લોકલ ન્યૂઝ

RTE હેઠળ એડમિશન (Admission under RTE) નો પ્રથમ રાઉન્ડ જાહેર થયા બાદ વાલીઓએ સ્કુલે જઈને ડોક્યુમેન્ટ સબમિટ કરાવીને એડમિશન કન્ફોર્મ કરવાનું હતું પરંતુ વાલીઓની બેદરકારીને કારણે 953 એડમિશન કન્ફોર્મ થયા નથી. જેને કારણે તે એડમીશન રદ થશે. ઉપરાંત 91 વાલીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હતા. જેને કારણે તેમના એડમિશન પણ રદ કરવામાં આવ્યા છે.

Latest news of Ahmedabad
Latest news of Ahmedabad

By

Published : Aug 18, 2021, 4:30 PM IST

  • RTE માં ફાળવાયેલા 953 એડમીશન વાલીને કારણે થશે રદ
  • 91 એડમીશન ખોટા ડોક્યુમેન્ટના કારણે રદ
  • પ્રથમ રાઉન્ડના અંતે 10,106 એડમિશન કન્ફોર્મ થયા

અમદાવાદ: RTE માં 12,500 ની જગ્યા સામે પ્રથમ રાઉન્ડ (First round of RTE admission) માં 11,150 વિદ્યાર્થીઓના એડમિશન કન્ફોર્મ કરવામાં આવ્યા હતા. જે બાદ આગળની પ્રકિયા સ્કુલ અને વાલીઓને સોપવામાં આવી હતી પરંતુ વાલીઓએ સ્કુલ પર જરૂરી ડોક્યુમેન્ટ સમયસર પહોચાડી શકયા નથી અને વાલીઓએ એડમિશન લેવામાં મુદત કરતા મોડું કર્યું હતું. જેથી હવે 953 એડમિશન રદ થશે. આ ઉપરાંત 91 વાલીઓએ ખોટા પુરાવા રજૂ કર્યા હતા. જેને કારણે તે એડમિશન પણ રદ થયા છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે 10,106 એડમિશન કન્ફોર્મ થયા છે.

RTE માં પ્રથમ રાઉન્ડના અંતે 10 હજાર જેટલા પ્રવેશ થયા કન્ફોર્મ

આ પણ વાંચો: રાજ્યમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થશે શરૂ, ગયા વર્ષે 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો પ્રવેશ

હજુ સુધી કોઈ વાલીએ એડમિશનને લઈને લેખિતમાં ફરિયાદ કરી નથી

નોડલ ઓફિસર મનહરસિંહ દાયમાએ જણાવ્યું હતું કે, RTE ની બીજા રાઉન્ડની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં અગાઉની બાકી રહલી 953 અને 91 રદ થયેલી એડમિશનની જગ્યા ભરવામાં આવશે. 23,00 કરતા વધુ એડમિશન બીજા રાઉન્ડમાં આપવામાં આવશે. જોકે હજુ સુધી કોઈ વાલીએ એડમિશનને લઈને લેખિતમાં ફરિયાદ કરી નથી. હેલ્પ ડેસ્ક પર કેટલીક ફરિયાદ આવે છે જેનું નિવારણ કરવામાં આવી ગયું છે.

આ પણ વાંચો: RTE હેઠળ પ્રવેશ મેળવતા બાળકોના વાલીઓ ચિંતામાં

ABOUT THE AUTHOR

...view details