ગુજરાત

gujarat

ETV Bharat / city

વીજ બિલ માફ કરવાની માગ સાથે AAP પાર્ટીનો વિરોધ - લાઈટ બિલ

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીની પ્રકોપને લઇ દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉન બાદ લોકોના રોજગાર અને ધંધા પર મોટી અસર જોવા મળી છે. લૉકડાઉનના પગલે લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે બુધવારે અમદાવાદ ખાતે શાહીબાગ ટોરેન્ટ પાસે આમ આદમી પાર્ટી (AAP)ના લોકો દ્વારા વીજ બિલ માફી અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ
વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ

By

Published : Jul 1, 2020, 5:37 PM IST

અમદાવાદઃ શહેરના શાહીબાગ ટોરેન્ટ પાસે આજરોજ સવારે લોકો એકઠાં થયાં હતાં. ટોરેન્ટ પાસે એકઠાં થયેલાં લોકો વીજ બિલ માફી કરવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. એકઠા થયેલાં લોકોએ રાજ્ય સરકાર અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં. વીજ બિલ માફ કરવાને લઈ એકઠા થયેલાં લોકો આ રાજ્ય સરકાર અને ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં.

વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ
એક તરફ લૉકડાઉનમાં ધંધારોજગાર બંધ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી તરફ વીજ બિલથી પડતા મારને લઇ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. જ્યારે તંત્ર દ્વારા બિલ યૂનિટ જોયા વિના જ આપ્યાં હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ છે.જો કે, આમ આદમી પાર્ટી દ્વારા ટોરેન્ટ ઓફિસ પાસે વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર બિલ માફી અંગે નક્કર કોઈ પગલાં તે અંગે માગણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details