ગુજરાત

gujarat

ETV Bharat / city

AAP Leaders Out of Sabarmati Jail : આપના નેતાઓ આંદોલનના મૂડમાં, આગામી રણનીતિ માટે નરોડામાં બેઠક યોજી

11 દિવસથી જેલમાં રહેલા AAP નેતાઓ અને કાર્યકર્તાઓ છેવટે જેલ બહાર આવ્યાં છે. તેમના જામીન ગાંધીનગર સેશન કોર્ટે ગઈકાલે જ મંજૂર કરી દીધાં હતાં. આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ 55 નેતાઓ બહાર (AAP Leaders Out of Sabarmati Jail) આવતાં નરોડામાં એક પાર્ટીપ્લોટમાં બેઠક પણ યોજી છે.

By

Published : Dec 31, 2021, 4:42 PM IST

AAP Leaders Out of Sabarmati Jail : આપના નેતાઓ આંદોલનના મૂડમાં, આગામી રણનીતિ માટે નરોડામાં બેઠક યોજી
AAP Leaders Out of Sabarmati Jail : આપના નેતાઓ આંદોલનના મૂડમાં, આગામી રણનીતિ માટે નરોડામાં બેઠક યોજી

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે (GSSSB Paper leak protest 2021) ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ 55 નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર (AAP Leaders Out of Sabarmati Jail) આવ્યાં છે. જેલના દરવાજે તેમના પરિવારજનો આતુરતાથી બહાર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.

જેલમાં પણ ચર્ચાઓ કરતાં હતાં

આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જેલમાં આવ્યા (AAP Leaders Out of Sabarmati Jail)એનો અમને આનંદ છે. જેલમાં રહીને પણ નવયુવાનો માટે લડતા હતા. આખો દિવસ આ મામલે પણ ચર્ચાઓ કરતા હતા. ભાજપે શરમ કરવાની જરૂર છે કે રાજનીતિમાટે બહેન દીકરીઓનો ઉપયોગ કર્યો. ગાંધીજીએ પણ સાબરમતી જેલમાં આવીને દેશમાં આંદોલન કર્યા હતાં. ગાંધીજીની આત્મકથા અમે જેલમાં રહીને વાંચી છે. ભાજપ સરકારને હું કહેવા માગું છું. પેપર કાંડમાં (GSSSB Paper leak protest 2021) હજી સુધી મુખ્ય આરોપીઓ ફરાર છે અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં નથી. ગુજરાતના નવયુવાનોના માતાપિતાને વચન આપીએ છીએ કે અમે નવયુવાનો માટે જેલમાં ગયા છીએ. તમે અમને સાથ આપજો અને કોઈ વાતમાં ભરમાશો નહી.

જેલમાંથી બહાર આવતાં જ આક્રમક મિજાજમાં આપ નેતાઓ

અસિત વોરાએ રાજીનામુ આપવું જોઈએ

જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચાર કરવાવાળા મહેલમાં છે અને લડવાવાળા જેલમાં છે. આ લડાઈ ચાલુ જ રહેશે. ભાજપના મિત્રોને હું કહેવા માગું છું કે અમે જેલથી ડરવાવાળા નથી. જો અમને આવી રીતે 25 દિવસ પણ જેલમાં નાખશો તો અમે ડરીશું નહીં. ભાજપના અસિત વોરાનું (GSSSB Paper leak protest 2021) રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી અમે લડતાં રહીશું અને આ જ રીતે ગુપ્ત આયોજન કરી અને લડાઈને ચાલુ રાખીશું. અમારું આંદોલન હજુ ચાલુ જ રહેશે.

આ પણ વાંચોઃ AAP protest at Kamalam: ગાંધીનગર કોર્ટે આપ પાર્ટીના 55 નેતા-કાર્યકર્તાઓને શરતી જામીન આપ્યા

ઢોલનગારા અને ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરવામા આવ્યું

સાબરમતી જેલમાંથી આમ આદમી પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવીણ રામ સહિતના નેતાઓ અને 12 જેટલા કાર્યકતાઓ મુક્ત (AAP Leaders Out of Sabarmati Jail) થયા છે. જેમનું ઢોલનગારા અને ફૂલહાર પહેરાવી અને સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યારબાદ લડેગે જીતેંગે, આમ આદમી પાર્ટી ઝીંદાબાદ સહિતના નારા લગાવીને જોરદાર શક્તિ પ્રદર્શન કર્યુ હતું. જેલમુક્ત થયા બાદ આપના નેતાઓ ગાંધીઆશ્રમમાં દર્શન કર્યા બાદ મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ ન્યૂ નરોડા ખાતે પહોંચશે. જ્યાં બેઠક (AAP Leaders Meeting 2021) કરીને આંદોલનની આગામી ચર્ચા અને રણનીતિ ઘડશે.

આ પણ વાંચોઃ આપ નમ્યુંઃ મહેશ સવાણીએ કર્યા પારણા: અસિત વોરોના રાજીનામાની માંગ સાથે હતા ઉપવાસ પર

જેલની બહાર ઉત્સવ જેવો માહોલ

જેલમાંથી બહાર આવનારા નેતાઓનું સ્વાગત કરવા માટે સાબરમતી જેલની બહાર (AAP Leaders Out of Sabarmati Jail) ફૂલોથી AAP WELL COME લખવામાં આવ્યું હતું. બીજી બાજુ, આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ, સંગઠનમંત્રી મનોજ સોરઠિયા સહિતના નેતાઓ પણ સાબરમતી જેલ પહોંચ્યા હતાં. જેલની બહાર ઉત્સવ જેવો માહોલ હતો.

ABOUT THE AUTHOR

...view details