અમદાવાદ: ગુજરાતમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક (Head clerk paper leak) કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન (GSSSB chairman asit vora) અસિત વોરાના રાજીનામાની માંગ સાથે સાત દિવસથી ઉપવાસ કરનાર મહેશ સવાણીની ગઈકાલે તબિયત લથડી હતી. જે બાદ તેમને અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જો કે તબિયતને ધ્યાને રાખી ઉપવાસ તોડવા ખુબજ જરૂર બન્યા હતા.
મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા
ઋષિભારતી બાપુ સહિતના સંતોએ આજે તેમને પારણા કરાવ્યા હતા, તે બાદ પ્રદેશ કાર્યાલય ખાતે આપના કાર્યકરો, નેતાઓએ મહેશ સવાણીએ કન્યાદાન કરાવેલ યુવતીના હસ્તેથી તેમને પારણા કરાવ્યા હતા. આંદોલનના નેતા યુવરાજ જાડેજા અને દિકરીઓએ મહેશ સવાણી અને ગુલાબસિહ યાદવના પારણા કરાવ્યા હતા.