અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) 2 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે રાજકીય પાર્ટી દ્વારા મતદાતાને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો (Arvind Kejriwal Gujarat Visits) છે. ભાજપ સરકાર ડબલ એન્જિન સરકારનો વિકાસ, કોંગ્રેસની ખેડૂતોને દેવા માફી અને વીજળી ફ્રી, ત્યારે આમ આદમી પાર્ટી દરેક મુદ્દા સાથે લોકો વચ્ચે જવાનો પ્રયત્ન કરી રહી છે. આજ સોમવારે રીક્ષા ચાલકો પડતી સમસ્યા લઈને સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રીક્ષા ચાલકોના હિતમાં નિર્ણય લઈ પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કર્યો (AAP Delhi model Followed in Gujarat) હતો. ત્યારે રાજકીય માહોલ વચ્ચે વાતોનું મોજૂ ઉઠી રહ્યું છે કે, શું આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબ બાદ ફરી રીક્ષા ચાલકોને સાથે રાખીને દિલ્હી મોડલનું પુનરાવર્તિત કરી રહી છે ? Auto Rickshaw Politics
રીક્ષા, રાજનીતિ અને રકજક, આપના દિલ્હી મોડેલનો ગુજરાતમાં પ્રયોગ યોગ્ય ? - ગુજરાત વિધાનસભાની ચૂંટણી
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે (Arvind Kejriwal Gujarat Visits) આવીને વિવિધ ગેરંટી અને સંવાદ કાર્યક્રમ કરે છે. આજે સોમવારે પણ અમદાવાદ વૈષ્ણોદેવી ખાતે ટાઉનહોલ ખાતે રીક્ષા ચાલકો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલે રીક્ષા ચાલકોને પોતાના તરફ આકર્ષવા માટે નિર્ણય પણ કર્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડલનું ગુજરાતમાં પણ અમલીકરણ કરવા જઈ રહી (AAP Delhi model Followed in Gujarat) છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષકોનું આ બાબતે શું માનવું છે તે જાણીશું... Auto Rickshaw Politics
કોંગ્રેસ હંમેશા રીક્ષા ચાલકોના હક માટે લડ્યું : કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં રીક્ષા ચાલકો ઉપર જેટલા પણ અત્યાચાર કરવામાં આવ્યા છે. તેના હક માટે હંમેશા કોંગ્રેસ જ લડ્યું છે. CNGના ભાવ વધારા સામે પણ કોંગ્રેસે લડાઈ કરી હતી, પરંતુ ભાજપ સરકારે બધું તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપી દીધું છે. કોંગ્રેસ હંમેશા નાના માણસ સારી રીતે જીવન જીવી શકે તે માટે લડે છે. કોંગ્રેસે જે પણ વાયદા આપ્યા છે, તે જનતાના ફાયદા માટે આપ્યા છે. પરંતુ આમ આદમી પાર્ટી માત્ર વાયદા જ આપે છે, તે પૂર્ણ કરી શકતી નથી. કોંગ્રેસે હંમેશા જનતાના હકની લડાઈ લડી છે. Congress On BJP Politics
ગેરંટી આપે છે પણ પૂર્ણ થાય તે પણ જરૂરી :રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV BHART સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે અરવિંદ કેજરીવાલની આ મુલાકાત દરમિયાન જે વચન આપે છે. તેને હવે ગેરંટી નહિ પણ આમ આદમી પાર્ટીની પદ્ધતિ પ્રમાણે ચૂંટણીને લગતો ઢંઢેરો કહી શકાય છે. આમ આદમી પાર્ટીની વાત સીધી સામાન્ય જનતાને સ્પર્શે તેમ છે. આમ આદમી પાર્ટીએ રીક્ષા ચાલક, ટ્રક ચાલક, પોલીસ વિભાગ સાથેના નિયમો સાથે ફેરફાર કરવાની વાત કરી છે. દિલ્હીમાં પણ શરૂઆતમાં પ્રચાર માટે રીક્ષા પાછળ થયો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી તે પદ્ધતિ અપનાવી રહી છે. આમ આદમી પાર્ટી વચનો દરેક સમાજ, યુવાનોને લઈ આપવામાં આવ્યા છે, પરંતુ અમલ થાય તે જરૂરી છે.
પોલીસે કેજરીવાલને રોક્યા : અરવિંદ કેજરીવાલ જ્યારે રીક્ષા ચાલક વિક્રમ દંતાણીના ઘરે જમવા માટે હોટલથી નીકળ્યા ત્યા પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આ બાદ અરવિંદ કેજરીવાલે ભજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતની જનતા એટલે જ દુઃખી છે, કેમ કે ભાજપના નેતાઓ જનતાની વચ્ચે નથી જતા અને અમે જનતાની વચ્ચે જઈએ છે તો તમે રોકો છો, પ્રોટોકોલ તો એક બહાનું છે... હકીકતમાં કેજરીવાલને સામાન્ય જનતાની વચ્ચે જતા રોકવાનું છે.