ગુજરાત

gujarat

ETV Bharat / city

શું 'આપ' રાઘવ ચઢ્ઢાનો ચહેરો બતાવી ગુજરાતમાં થશે સફળ ? - Raghav Chadha Gujarat Assembly

ગુજરાતના ચૂંટણી ( Gujarat Assembly election 2022) તારીખો જાહેર થવાના ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે, આ દરમિયાન આમ આદમી પાર્ટી એક મોટો દાવ રમી શકે (AAP CM Face Raghav Chadha Gujarat) છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને ગુજરાત ચૂંટણીના મેદાનમાં ઉતારાય તેવા સમાચાર મળી રહ્યા છે, ત્યારે કોણ છે રાઘવ ચઢ્ઢા ? અને ગુજરાતમાં સફળ થશે કે નહી ?

AAP CM Face Raghav Chadha Gujarat
AAP CM Face Raghav Chadha Gujarat

By

Published : Sep 15, 2022, 10:10 PM IST

અમદાવાદ :આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly election 2022) જીતવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા અરવિંદ કેજરીવાલ અનેકવાર ગુજરાત આવી ગયા છે, અને પાંચ ગેરંટી (Arvind Kejriwal Guarantee In Gujarat) આપી ગયા છે. ત્યારે હવે સુત્રોના હવાલેથી ખબર આવ્યા છે કે, રાઘવ ચઢ્ઢાને ગુજરાતની ચૂંટણીના મેદાનમાં સ્ટારપ્રચારક તરીકે લાવશે અથવા મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.

‘આપ’ ગમે તેમ કરીને ગુજરાતને જીતવા માંગે છે : રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં લાવીને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) કોઈપણ હિસાબે જીત મેળવવા માંગે છે. રાઘવ ચઢા દિલ્હી પછી પંજાબમાં ચૂંટણી જીતવા માટેના માસ્ટરમાઈન્ડ ગણાયા હતા. તેઓ ગુજરાતમાં પણ જાદૂ કરશે અને ‘આપ’ને જીત અપાવશે. તેવા ખ્યાલ સાથે રાઘવ ચઢ્ઢાને પ્રમોટ કરાય તેવી શકયતાઓ છે. AAP CM Face Raghav Chadha Gujarat

રાઘવ ચઢ્ઢાને સીએમ પદના ઉમેદવાર જાહેર કરાય તો શું? :રાજકીય પંડિતોમાં ચર્ચા છે કે રાઘવ ચઢ્ઢા યુવાન નેતા છે, અને દિલ્હી અને પંજાબમાં તેઓ લોકપ્રિય થયા છે. પણ તેઓ હજી ગુજરાત આવ્યા નથી અને કદાચ ગુજરાતમાં તેમને કોઈ ઓળખતું પણ નથી. આમ ગુજરાતીઓ જાણીતા ચહેરા પર જ વિશ્વાસ મુકે છે, અને તે પણ ગુજરાતી હોય તો વધારે વિશ્વાસ મુકે છે. એટલે સવાલ એ છે કે રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં લવાય અને સીએમ પદના ઉમેદવાર જાહેર કરાય તો આમ આદમી પાર્ટી માટે મોટો સેટબેક હશે. Arvind Kejriwal Gujarat Visits

મેઘા પાટકરના મુદ્દાને ભુલવા માટે છે :બીજી તરફમેઘા પાટકરને સીએમ પદના દાવેદારનો મુદ્દો સળગતો (Megha Patkar Controversy) છે. ભાજપ દ્વારા તેને ચગાવ્યો હતો, જો કે અરવિંદ કેજરીવાલે આ વાતનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેઓ અમદાવાદમાં મેઘા પાટકરના સવાલ મુદ્દે કંઈક બીજો જ જવાબ આપ્યો હતો. કદાચ આમ આદમી પાર્ટી મેઘા પાટકરના મુદ્દાને ભુલવવા માટે થઈને યુવાન નેતા તરીકે રાઘવ ચઢ્ઢાનેગુજરાતની ચૂંટણીના મેદાનમાં લાવતું હોય તેવી ગણતરી હોઈ શકે છે. એમ રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

ચૂંટણી પ્રચારમાં હવે કોઈ મુદ્દો રહ્યો નથી : રાજકીય આગેવાનના જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને પ્રજાને બધી જ ગેરંટી આપીને ગયા છે, આરોગ્ય અને શિક્ષણના મુદ્દા સિવાય હવે પછીના પ્રચાર માટે કશુંય રહ્યું નથી. જેથી નવો ચહેરો લાવીને નવા મુદ્દા ઉભા કરવા માટે રાઘવ ચઢ્ઢાને પસંદ કરાયા હોય તેવું પણ બની શકે છે. (Raghav Chadha CM Face Gujarat)

રાઘવ ચઢ્ઢાના નિવેદનથી વિવાદ થયો હતો :એપ્રિલ 2022માં રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, ભાજપ બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને દિલ્હીમાં સ્થાયી કરે છે અને રમખાણો કરાવવા માટે તેમનો ઉપયોગ કરે છે, જે નિવેદન પછી ભારે વિવાદ થયો હતો. તો બીજી તરફ કોવિડના સમયમાં તેમના મતવિસ્તારમાં 24x7 હેલ્પલાઈન શરૂ કરી હતી. લોકડાઉન દરમિયાન તે સ્થાનિક રહેવાસીઓ માટે જીવનરેખા સાબિત થઈ હતી, આ હેલ્પલાઈન પછી તેઓ દિલ્હીમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. 2015માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ‘આપ’નો ઢંઢેરો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને 70 વચનો આપ્યા હતા. જેને કારણે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કુલ 70 બેઠકોમાંથી 67 બેઠકો જીતીને વિક્રમ નોંધાવ્યો હતો. (MP Raghav Chadha)

રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સાંસદ :રાઘવ ચઢ્ઢા હાલ રાજ્યસભાના સાંસદ છે, અને તેઓ ચાર્ટડ એકાઉન્ટન્ટની પ્રેકટિસ કરે છે. તેઓ પંજાબ આમ આદમી પાર્ટીના કો ઈન ચાર્જ છે. નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય છે. અને આમ આદમી પાર્ટીના પ્રવકતા છે.

ABOUT THE AUTHOR

...view details