ગુજરાત

gujarat

ETV Bharat / city

AAP Attack On BJP : સરકારને ઉધોગો, વોટર પાર્ક અને ગિફ્ટસિટીનું ગાર્ડન લીલુંછમ રાખવામાં રસ છે : આપ - Attack on BJP Over Water

ગુજરાતમાં પાણીની અછતને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર જોરદાર (AAP Attack BJP) પ્રહાર કર્યા છે. રાજ્યના છેવાડાના કેટલાક ગામડાઓમાં હજુ સુધી નર્મદાની લાઈનો નથી આવી. તેથી સ્વાભાવિક છે કે લોકોને પાણીની અછત પડી રહી છે. પરંતુ આમ આદમી પાર્ટીના પાણીને લઈને ભાજપ પર આકરા (AAP Attack BJP Drinking Water) પ્રહાર કેટલા અંશે યોગ્ય છે જૂઓ...

AAP Attack BJP : સરકારને ઉધોગો, વોટર પાર્ક અને ગિફ્ટસિટીનું ગાર્ડન લીલુંછમ રાખવામાં રસ છે : આપ
AAP Attack BJP : સરકારને ઉધોગો, વોટર પાર્ક અને ગિફ્ટસિટીનું ગાર્ડન લીલુંછમ રાખવામાં રસ છે : આપ

By

Published : May 5, 2022, 4:10 PM IST

અમદાવાદ :ગુજરાતમાં ભારે ગરમીના કારણે પીવાના પાણી ક્યાંકને (Summer Water Shortage in Gujarat) ક્યાંક અછત જોવા મળી રહી છે. રાજ્યના છેવાડાના ગામોમાં 3-4 દિવસે પીવાના પાણી મળી રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર વોટરપાર્કમાં અને ગિફ્ટ સિટીના ગાર્ડનમાં (AAP Attack BJP Drinking Water) છાંટવા પાણી આપી રહી છે. તેવો આક્ષેપ સામે આવી રહ્યા છે. આમ આદમીના આક્ષેપ છે કે સરકારને માત્ર ઉધોગો, વોટર પાર્ક અને ગિફ્ટસિટીનું ગાર્ડન લીલુંછમ રાખવામાં જ રસ છે.

આપના પિવાના પાણીને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર

આ પણ વાંચો :Cabinet Meeting in Gandhinagar : પીવાના પાણી બાબતે 7 દિવસમાં 1416 ફરિયાદ મળી, સરકારે શું કર્યું જાણો

"પીવાનું પાણી ઉધોગોને આપવામાં આવે છે" - આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર દેસાઈએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાણી પુરવઠા બોર્ડને બદલે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બનાવીને સિંચાઇનું પાણી પીવાના નામે ઉદ્યોગોને(AAP Attack BJP) આપી દેવામાં આવે છે. આ વર્ષે નર્મદા ડેમમાં પૂરતું પાણી જોવા છતાં રાજ્યના છેવાડાના ગામમાં લોકોનો પીવાના પાણી માટે દૂર દૂર જવું પડી રહ્યું છે. હાલમાં નર્મદા ડેમમાં પાણીનો જીવંત જથ્થો 120.68ની જળ સપાટી છે. તેમ છતાં રાજ્યની જનતાને પાણી આપવામાં સરકાર નિષ્ફળતા દાખવી રહી છે.

આ પણ વાંચો :હવે પશુ-પક્ષીઓએ પાણી માટે નહીં મારવા પડે વલખાં, કચ્છના યુવાને કાઢ્યો નવો ઉપાય

"સરકારનો રસ કંઈક બીજે છે" - વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારને ખેડૂતોના પાક અને પશુઓના ઘાસચારાને ઉગાડવા માટે પાણી આપી રહી નથી. પણ સરકારને ગિફ્ટસિટી, શાંતિગ્રામ અને વોટર પાર્કમાં છોડવા માટે પૂરતું પાણી છે પણ ખેડૂતોને આપવા માટે નથી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાત છેવાડાના ગામડાઓમાં ઉનાળાની (Water Shortage in Gujarat) મોસમમાં પિવાના પાણી ભારે અસરજોવા મળે છે. તો બીજી તરફ રાજ્યના કેટલાક (Attack on BJP Over Water) વિસ્તારોમાં નર્મદાની પાઈપ લાઈનો હજી સુધી આવી નથી. જેને લઈને પાણીને અછત સર્જાય તે સ્વાભાવિક છે.

ABOUT THE AUTHOR

...view details