અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મિસકોલ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના મીડિયા કોઓર્ડીનેટરે જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મક્કમ રીતે મજબૂત બનાવવા આગળ વધી રહી છે આમ આદમી પાર્ટી ગુજરાત સાથે સાથે વિવિધ વર્ગના વિવિધ સમાજોના અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને તેમના સમર્થકો સાથે જોડાવા માટે આમંત્રણ પણ આપી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું મિસ કોલ કેમ્પઇન, યુવાનોને જોડવા શરૂ કરવામાં આવશે "યુવાજોડો" યાત્રા - મિસ કોલ કેમ્પેઇન
ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા મિસ કોલ કેમ પીન નંબર શરૂ કરવામાં આવ્યું છે જેના દ્વારા ગુજરાતમાં સામાન્ય નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને વાચા આપવામાં આવશે. સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મક્કમ રીતે મજબૂત બની આગળ વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ શરૂ કરું મિસ કોલ કેમ્પઇન, યુવાનોને જોડવા શરૂ કરવામાં આવશે "યુવાજોડો" યાત્રા
તેમણે ભાજપ કોંગ્રેસ પર આક્ષેપો કરતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારવાળી રાજનીતિ સામે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ બનવા પ્રગતિશીલ બની રહી છે તેને માટે થઈ ગુજરાતમાં લોકોને જોડવા માટે અને ગુજરાતમાં સામાન્ય નાગરિકોના પ્રશ્નને વાચા આપવા માટે થઇ મિસકોલ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. લોકો વધુ સારી રીતે અને સરળ રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ શકે અને તેમની પડી રહેલી સમસ્યા જણાવી પણ શકે છે.